________________
પ
શ્રીમદ્દની અસિદ્ધિ મુંબઈમાં વકીલાત ચાલુ કરવાના ઇરાદાથી ગાંધીજીએ ચર્ચગેટ પર ઓફિસ લીધી. અને સાંતાક્રુઝમાં ઘર રાખ્યું. પણ આફ્રિકામાં કંઈ સુધારો ન થયા હોવાથી, તે સુધારે કરાવવા તાકીદે આવવા ગાંધીજીને આફ્રિકાથી તાર મળ્યા. તેથી વિ. સં. ૧૯૫૮માં ગાંધીજી આફ્રિકા ગયા. શ્રીમદનાં કેટલાંક પદ તથા “આત્મસિદ્ધિ” તેઓ સાથે લેતા ગયા.
આફ્રિકામાં તેમણે અસહકાર ચાલુ કર્યો. વિ. સં. ૧૯૬૦માં ડરબન નજીક ફિનિક્ષનો આશ્રમ સ્થાપ્યો, અને ત્યાં કુટુંબ સહિત તેઓ રહ્યા. વિ. સં. ૧૯૫૬થી ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલનની શરૂઆત કરી હતી, અને વિ. સં. ૧૯૬૨માં તેમણે પત્ની સહિત આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમકની અસર હતી, તે જણાવતું એક પ્રકરણ ગાંધીજીએ પોતાની “આત્મકથા”માં લખ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે –
“સ્વસ્ત્ર પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મન ઉદભવ્યાએ અત્યારે મને ચેખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.”૨૫ અને એ વ્રતની પોતાના પર પડેલી છા૫ વર્ણવતાં ગાંધીજીએ લખ્યું છે કે –
સ્વપત્નીની સાથે વિકારી સંબંધને ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું... મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું....આજે વીશ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ થતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તે ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું પાળી રહ્યો હતો, પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભેગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભગવ્યાનું મને સ્મરણ નથી. કેમ કે તે વખતે હું વાસનાબદ્ધ હતા, ગમે ત્યારે તેને વશ થઈ શકતે. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ. ”૨૬
વિ. સં. ૧૯૬૨માં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની મુશ્કેલી રજૂ કરવા ગાંધીજીને લંડન મેકલવામાં આવ્યા. તે વખતે તેમના પર શ્રીમદે લખેલા પત્રો અને તેમણે કરેલું “આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર એક બસમાં ભુલાઈ જતાં ગુમાઈ ગયાં, જે પછીથી મળ્યાં જ નહિ.૨૭
તે પછીથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને વિજય થયો ત્યાં સુધી ગાંધીજી ત્યાં રહ્યા. અને વિ. સં. ૧૯૭૨માં હિંદ આવ્યા પછી તેમણે ત્રીશ વર્ષ સુધી અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત ચલાવી, સાથે સાથે સત્યાગ્રહ, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ વગેરે પ્રવૃત્તિઓ
૨૫. “આત્મકથા ”, ભાગ ૩, પ્રકરણ ૭-૮; “શ્રીમદ્દ અને ગાંધીજી", પૃ. ૮. ૨૬. “ આત્મકથા ”, પ્રકરણું ૭-૮; “શ્રીમદ્દ અને ગાંધીજી ', પૃ. ૬૫. ૨૭. જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org