________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
૫૮૯ જ મુસ્લિમ મિત્રોને ત્યાં ભોજન લેવું તે ધર્મની દષ્ટિએ યોગ્ય ગણાય કે કેમ તે બાબત ગાંધીજીને આફ્રિકામાં પ્રશ્ન થયો હતો. તે વિષે શ્રીમદ્દ પાસે માર્ગદર્શન માગતાં, તેના ઉત્તરરૂપે શ્રીમદ્ આ પત્રમાં આર્ય આચારવિચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભઠ્યાભર્યો વિવેક, વર્ણાશ્રમ ધર્મની અગત્ય, વ્યવહારધર્મ વગેરે વિશે ખુલાસાપૂર્વક લખ્યું છે.
આમ આ ત્રણે પત્રમાં આપણને આધ્યાત્મિક તથા વ્યાવહારિક એમ બંને પ્રકારની ચર્ચા જોવા મળે છે. શ્રીમદ્દના અન્ય મુમુક્ષુઓને લખાયેલા પત્રોમાં મુખ્યત્વે આત્મા, સત્સંગ, સમકિત આદિ વિશેનું ચિંતનાત્મક લખાણ જ જોવા મળે છે. પણ શ્રીમદને ગાંધીજીએ વ્યવહારુ અને ધર્મની દૃષ્ટિએ પૂછયા હોવાથી તેના ઉત્તરમાં વ્યવહારુ ચર્ચા પણ મળે છે, તે આ પત્રોની વિશેષતા છે. વ્યક્તિગત રીતે લખાયા હોવા છતાં સર્વને ઉપયોગી થાય તેવા આ પત્રો છે.
શ્રીમદ્દ સાથેના પત્રવ્યવહારથી ગાંધીજી હિંદુ ધર્મના રંગથી રંગાયા. એ અરસામાં રશિયાના વિખ્યાત તત્ત્વજ્ઞાની ટૅસટી સાથેના પત્રવ્યવહારથી તથા તેના પુસ્તક પરિચયથી ગાંધીજી પ્રત્યેક જીવ પ્રતિ ભ્રાતૃભાવ રાખવાનું શીખ્યા હતા. વળી, સાથે સાથે રસ્કિનનાં પુસ્તકની અસર નીચે પણ તેઓ આવ્યા.
અબ્દુલ શેડનું કામકાજ પૂરું કર્યા પછી ગાંધીજીએ આફ્રિકામાં ખાનગી વકીલાત શરૂ કરી. સરકાર તરફથી ત્યાંના હિંદીઓને થતા અન્યાય તેમનાથી ન સહેવાયે. પરિણામે હિંદીઓને તે ત્રાસમાંથી છોડાવવા પિતાની વકીલ તરીકેની સેવાઓ તેમણે મફત આપવા માંડી. તેથી ગેરી પ્રજા તેમની વિરુદ્ધ થઈ ગઈ અને તેમના પર જીવલેણ હુમલે થયે. તેમાંથી તેમને હિંદીઓના આગેવાન તરીકે વિશેષ પ્રતિષ્ઠા મળી. આમ શરૂ થયેલી લડતને
વ્યવસ્થિત રીતે ચલાવવાની જરૂર જણાતાં તેઓ હિંદીઓને સહારો મેળવવા વિ. સં. ૧૫રના ઉનાળામાં હિંદ આવ્યા.
હિંદ આવ્યા પછી ગાંધીજી, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલી જવાબદારી અદા કરવાની તૈયારીમાં ગૂંથાઈ ગયા. ભાષણે કરવાં, પત્રિકાઓ લખવી, દેશનેતાઓ સાથે સંતલસ કરવી વગેરે કાર્યોમાં તેમને સમય વિશેષપણે પસાર થવા લાગ્યો. આ રીતે સતત કાર્યભાર નીચે છ માસ પસાર થયા, ત્યાં તે તાકીદે પાછા આવવા તેમને ડરબનથી તાર મળ્યો. તેથી વિ. સં. ૧૯૫૩ના શિયાળામાં તેઓ ફરીથી આફ્રિકા ગયા. તેઓ હિંદમાં હતા તે વખતે શ્રીમદ્દ તે ગુજરાતમાં નિવૃત્તિ અર્થે વસતા હતા, તેથી તેઓને મેળાપ થઈ શક્યો નહોતો.
આફ્રિકાથી ગાંધીજીને શ્રીમદ્દ સાથે પત્રવ્યવહાર ચાલતું હતું. વિ. સં. ૧૫૫માં બોઅર લડાઈ ચાલુ થઈ. તેમાં ગાંધીજીએ હિંદીઓ સહિત અંગ્રેજોને મદદ કરી. અંગ્રેજો જીત્યા. હવે હિંદીઓને જરૂર ન્યાય મળશે તેવી ગણતરીથી પોતાનું કામ પૂરું થયું ગણી, ગાંધીજી વિ. સં. ૧૯૫૭ના ઉનાળામાં હિંદ આવ્યા. તે પહેલાં શ્રીમદના દેહાંતના સમાચાર તેમને મળી ચૂક્યા હતા. હિંદમાં તેઓ શ્રીમદ્દના કુટુંબીઓને મળ્યા, તેમાં શ્રીમદના ભાઈ મનસુખભાઈ સાથે ગાંધીજીને મિત્રતા થઈ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org