________________
૧૨. શ્રમ કમિક ચાત્મવિકાસ
૫૫૭ વિ. સં. ૧૯૪૮થી આ ઉપાધિયોગની શરૂઆત થઈ. આ વર્ષમાં તેમને વેપાર ઘણે વો હતું તેથી તેમાં સમય વિશેષ પસાર થતો હતો. બીજી બાજુ સત્સંગની વાતો કરી શકે તેવાં પાત્રોની દુર્લભતા પણ તેમને અકળાવતી હતી, તેમ છતાં તેમના આત્મવિકાસમાં કઈ રુકાવટ આ વર્ષમાં આવી હોય તેવું લાગતું નથી. ઉપાધિ તો હતી. પણ તે એટલી તીવ્ર ન હતી કે તેમના આત્માર્થને હાનિ પહોંચાડે. આથી તો તેઓ પોતાની અંતરંગ શ્રેણી જાળવી શક્યા હતા. માત્ર તેમણે ઈમ્બેલે સર્વસંગત્યાગ કરી શક્યા ન હતા, તે માટે અવરોધ હતો. તેમની અસંગતા કેટલી આગળ વધી હતી તે જણાવતાં વિ. સં. ૧૯૪૮માં લખાયેલાં તેમનાં નીચેનાં વચન જુઓ –
અવ સમાધિ છે... અસંગવૃત્તિ હોવાથી આણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. સુધાને વિશે અમને સંદેહ નથી...”૮ 1
“અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.”
અમને જે નિવિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે...વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થ રહેવું વધારે રુચિકર લાગે છે, સુખની ઈચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. ”૪૩
“એક અવિકલ્પ સમાધિ સિવાય બીજુ ખરી રીતે રામરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. ”૪ ૪
“અમારે વિશે વર્તતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે કયારેક મને મળવા તે નથી...અમે તે પાંચ માસ થયાં જગત, ઈધર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વતીએ છીએ... અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ”૪૫
આવું મુક્તપણું તેમને માગશર સુદ ૬, વિ. સં. ૧૯૪૮થી એકધારુ પ્રવર્તતું આવ્યું છે તેવા ઉલેખ તેમણે તે જ સાલના શ્રાવણ વદના એક પત્રમાં કર્યો છે.૪૬ આવું અસંગપણ વર્તતું હોવાથી તેમની જ્યોતિષ, સિદ્ધિ આદિ વિશેની આસક્તિ સાવ લુપ્ત થઈ ગઈ હતી. તેથી તે ભાગભાઈને તેમણે લખ્યું હતું કે –
જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે, ૪. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૩૦૮. ૪૨. એજન, આંક ૩૧૩. ૪૩. એજન, આંક ૩૧૨. ૪૮. એજન, આંક ૩૨૯, ૫. એજન, આંક ૩૬૮. ૪૬. એજન, આંક ૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org