________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
શ્રી ડુંગરશીભાઈમાં આવતી જતી ગ્યતાનો ખ્યાલ શ્રીમદને પણ હતો. તેથી જ્યારે શ્રી ભાગભાઈને શ્રીમદ્ “આત્મસિદ્ધિ” વાંચવા તથા વિચારવા અર્થે મોકલી ત્યારે તે વાંચવાની તથા તેને મુખપાઠ કરવાની અનુમતિ તેમણે શ્રી ડુંગરશીભાઈને પણ આપી હતી. એ વિષે શ્રીમદ્ આસે વદિ અમાસ, ૧૫રના રેજ, “આત્મસિદ્ધિ” લખાયા પછી ચોક દિવસે શ્રી ભાગભાઈને લખે છે કે –
શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત તેમને આપવા વિશે પુછાવ્યું છે તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાકે કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા ચોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશે. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહિ. ૭૬
શ્રી ભાગભાઈ,શ્રી લલ્લુજી મહારાજ, શ્રી અંબાલાલભાઈ અને શ્રી માણેકલાલ ઘેલાભાઈએ ચાર જ વ્યક્તિઓ માટે “આત્મસિદ્ધિ ”ની નકલો કરવામાં આવી હતી. તેઓને પણ એ શાસ્ત્ર વિષે કોઈને ન જણાવવા સૂચના હતી. તેમાં શ્રી ડુંગરશીભાઈ માટે શ્રીમદ્ આટલી છૂટ આપે તે ડુંગરશીભાઈની આધ્યાત્મિક ચોગ્યતા બતાવે છે; તે ઉપરાંત તેમનામાં કેટલું આંતરિક પરિવર્તન થયું હતું, તેનું પણ તે સૂચન કરે છે.
શ્રી ડુંગરશીભાઈ જેમ જેમ શ્રીમદનું શરણું સ્વીકારતા ગયા, તેમ તેમ ખોટી સિદ્ધિના મેહમાંથી છૂટતા ગયા. અને શ્રી ભાગભાઈ તો પછીથી એ ચમત્કારની અસરથી સાવ મુક્ત થઈ ગયા હતા. તેને નિદેશ તેમણે વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના રોજ શ્રીમદ્દ પર લખેલા એક પત્રમાં કર્યો છે –
“ગેશળિયા વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તે હવે વખતોવખત ધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખી મને મોટી પાયરીએ ચડાવશે. ૭૭
શ્રી સેભાગભાઈને શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી મુક્ત કરી સાચા માર્ગ બતાવનાર શ્રીમદ્દ હતા. તેમ છતાં શ્રીમદે તેમને એવું ક્યારેય જણાવ્યું નહોતું કે શ્રી ડુંગરશીભાઈ ખટા છે, તેમને સંગ છોડી દો. તેમણે તો આ કારણથી આમ કરવા જેવું છે, અને એ વિષે વિચારી યોગ્ય લાગે તે સ્વીકારજે, એમ જણાવ્યું હતું. તેથી શ્રી ભાગભાઈ પોતે જ વિચારપૂર્વક શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી ધીરે ધીરે મુક્ત થતા ગયા. શ્રીમદુની એ નીતિન પરિણામ એ આવ્યું કે શ્રી ભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈની મૈત્રી અતૂટ રહી. બંનેની શ્રીમદ્દ પ્રતિની શ્રદ્ધા વધી, એટલું જ નહિ, તેઓ બંને પરમાર્થ માર્ગમાં પણ ઠીક ઠીક આગળ વધ્યા. આમ માત્ર સાચે માર્ગ ચીંધવાથી અને કેઈ પ્રત્યે દ્વેષભાવ ન આણવાથી ઘણ રીતે તેઓને લાભ થશે.
૭૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૭૨૧. ૭૭. “ શ્રીમદ્ રાજચંદ્ર - જીવનકળા', આવૃત્તિ ૫, પૃ. ૧૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org