________________
६२४
શ્રી મદની જીવનસિદ્ધિ તેથી તે વર્ષોમાં તેમને મેળાપ થયો હશે કે કેમ તે વિશે પ્રશ્ન થાય છે, કારણ કે એ સમયના પત્રમાં વિરોગની વાતે ઘણી વાંચવા મળે છે.
આ બધા મેળાપોમાં વિ. સં. ૧૫૩ના માહ માસ પછી થયેલો તેમનો મેળાપ સૌથી અગત્યનો ગણી શકાય. આ અરસામાં શ્રીમદે તેમને તથા ડુંગરશીભાઈને પોતાની સાથે ઈડર આવવા આમંત્રણ આપ્યું હતું. તે અનુસાર સોભાગભાઈ શ્રીમદ સાથે વૈશાખ વદમાં ઈડર ગયા હતા. ત્યાં જેઠ સુદ બીજ સુધી તેઓ સાથે રહ્યા. અને એ અરસામાં “સમ્યકજ્ઞાન” –“ આત્મદશા” વર્ધમાન કરવાનો અમૂલ્ય લહાવો શ્રી ભાગભાઈને મળ્યો. આ તેમને છેલો મેળાપ હતો, કારણ કે ઈડરથી આવ્યા પછી થોડા જ દિવસમાં, વિ. સ જેઠ વદ ૧૦ના રોજ ભાગભાઈનો દેહાંત થશે. આમ તેઓ બંને વચ્ચેને મિલન સમય બહુ અલ્પ હતો. તેથી તેઓ પત્ર દ્વારા જ સત્સંગ કરતા હતા.
શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી મુક્તિ
સાયલામાં પાડોશમાં જ રહેતા શ્રી ડુંગરશીભાઈ ગેશળિયા નામના એક ભાઈ નાની વયથી જ શ્રી ભાગભાઈના મિત્ર હતા. તેઓ શ્રી ભાગભાઈ કરતાં પણ વયમાં મેટા હતા
શ્રી ડુંગરશીભાઈ બુદ્ધિમાન તર્કવાદી હતા, ત્યારે શ્રી સભાગભાઈ સરળ ભક્તિભાવ હતા. શ્રી ડુંગરશીભાઈએ ગસાધના કરી કેટલાક ચમત્કારો સિદ્ધ કર્યા હતા. તે ચમત્કારો જોઈ શ્રી ભાગભાઈને તેમના પ્રતિ શ્રદ્ધા થઈ હતી, તેથી તેઓ શ્રી ડુંગરશીભાઈની ઘણી અસર નીચે આવ્યા હતા.
વિ. સં. ૧૯૪૬માં શ્રીમદનો મેળાપ થયા પછી, શ્રી ભાગભાઈને શ્રીમદનીશાની તરીકેની ઓળખાણ થતી ગઈ અને તે પછીના સમાગમ તથા પત્રવ્યવહારથી તેમની શ્રદ્ધા શ્રીમદમાં વિશેષ દઢ બનતી ગઈ. પરિણામે શ્રી ડુંગરશીભાઈ પ્રતિની જ્ઞાની તરીકેની તેમની શ્રદ્ધા ઘટતી ગઈ. પરંતુ તેઓ બંને વચ્ચેની મિત્રતા તે ચાલુ જ હતી. આથી શ્રીમદ તરફથી આવતા પત્રો તેઓ બંને સાથે બેસીને વાંચતા તથા વિચારતા. શ્રી ભાગભાઈ એ (પત્ર ) વાંચ્યા પછી શ્રી ડુંગરશીભાઈને શ્રીમદનું શરણું લેવા ઘણું વાર સમજાવતા. તે વખતે શ્રી ડુંગરશીભાઈ ઘણી વાર તપૂર્ણ પ્રશ્નો ઉઠાવતા. કારણ કે તેમને વેદાંતમાં વિશેષ રસ અને શ્રદ્ધા હતાં. તેમ છતાં, તેઓ શ્રી ભાગભાઈ સાથે શ્રીમદના આવેલા પત્રો નિયમિત વાંચતા તથા વિચારતા, તેમ જ સંવેગ મળે ત્યારે, શ્રીમદના પ્રત્યક્ષ સમાગમ વખતે, પોતાની આશંકા બાબત સમાધાન મેળવતા. તેમ જ કેટલીક વખત પત્રો દ્વારા પણ તેઓ સમાધાન મેળવી લેતા.
ધીરે ધીરે પ્રત્યક્ષ તેમ જ પત્ર દ્વારા શ્રીમદને સમાગમ વધતાં શ્રી ડુંગશીભાઈને પણ શ્રીમદ્દ પ્રત્યે શ્રદ્ધા થઈ. અને તેઓ પણ તેમનું શરણું લેતા ગયા. આ બધું થવામાં મુખ્ય ફાળો શ્રી ભાગભાઈનો હતો, કારણ કે આ બે વ્યક્તિઓને સાંધનાર કડીરૂપ તેઓ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org