________________
૧. જીવનરેખા
“रवजी, तुम बहोत मोडा आया. अच्छा रवजी, तेरेकु दो लडका होयगा. एक बड़ा नाम निकाले असा होगा. दूसरा भी ठीक अच्छा होगा. दोनु लडका तुमारा और इनका बोत अच्छा नाम निकालेगा असा होगा. पण रबजी, तुम बहोत मोडा आया. वखत चला गया. इनका आयुष्यों फेर पडेगा असा मालूम होता है. रवजी, अब इस दुनियासे चला जाता हूं, तुम घर पर जाओ. તેર મા રોજા.
પછી રવજીભાઈ ઘેર આવ્યા. બીજે દિવસે તપાસ કરી તે ફકીર હતા નહિ. મોડા જવા માટે તેમને ખૂબ અફસેસ થયો.
રવજીભાઈને ત્યાં એક વૃદ્ધ આડતિયા અવારનવાર આવતા હતા. એક વખત તેઓ રવજીભાઈને ત્યાં આવ્યા પછી સખત બીમાર થઈ ગયા. તે વખતે દેવબાઈએ ખૂબ જ સેવાભાવથી તેમની ચાકરી કરી. તે સેવાથી પ્રસન્ન થઈને આડતિયાએ “તમને પ્રભાવશાળી પુત્ર પ્રભુ આપે” એવી અંતરની આશિષ દેવબાઈને આપી. ઈતિહાસ કહે છે કે એ આશિષ ફળી હતી.
દેવબાઈએ તેમનાં સાસુ-સસરાની પણ ખૂબ જ સેવાચાકરી કરી હતી. મુશ્કેલીના સમયમાં તેમણે પોતાનાં ઘરેણાં પણ સાસુ-સસરાને આપી દીધાં હતાં. આ બંને વડીલે દેવબાઈ પર ખૂબ પ્રસન રહેતાં, અને દેવબાઈને તેઓ દેવી જ માનતાં. તેઓ બંને દેવબાઈની કૂખે પ્રતાપશાળી રન પાકે તેવી અંતરની આશિષે વારંવાર આપતાં.
સેવા દ્વારા બાંધેલા પુણ્યના પ્રતાપથી આ દંપતીને ત્યાં વિ. સં. ૧૯૨૪માં, કાકી પૂનમે, શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયો.
શ્રીમદ્દને જન્મનું નામ લક્ષ્મીનંદન આપવામાં આવ્યું હતું, પરંતુ વિ. સં. ૧૯૨૮માં, તેમની ચાર વર્ષની વયે, તે નામ બદલીને તેમને રાયચંદ-રાજચંદ્ર નામ આપવામાં આવ્યું હતું, જે કાયમ રહ્યું હતું.
શ્રીમદનું બાળપણુ આનંદમાં વીત્યું હતું. રમતગમત તથા બાળચેષ્ટાઓમાં તેમને સાત વર્ષ સુધીનો સમય પસાર થયો હતો. તેમ છતાં નિખાલસતા, તેજસ્વિતા, સ્મરણશક્તિ વગેરે કેટલાક ગુણે તેમનામાં તે વયે પણ પ્રગટ થયા હતા. પિતાના સાત વર્ષની વય સુધીના કાળ વિશે શ્રીમદ્દ “સમુરચયવયચર્યા”માં લખે છે કે –
“સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના-કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને સહજ રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની,
૩. અહીં જણાવ્યા પ્રમાણે રવજીભાઈને બે પુત્રો થયા હતા, તે સુવિદિત છે. આ વાત વિશે તેઓ વવાણિયામાં ધણુને વિગતથી જણાવતા હતા. તે પરથી ઘણુએ તે વિશે નોંધ લીધી છે. તે માટે જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ. ૫૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org