________________
૮. શ્રીમદની વિચારણા - પત્રમાં
કર૫ જ્ઞાની પુરુષને જે સુખ વતે છે તે નિજસ્વભાવમાં સ્થિતિનું વતે છે. અન્ય બાદ્યપદાર્થોમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખ આદિનું વિશેષ છાપણું કહી શકાતું નથી, જોકે સામાન્યપણે શરીરનાં સ્વાથ્યાદિથી શાતા, જવરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગે હર્ષ-વિષાદને હેત નથી અથવા જ્ઞાનના તારતમ્યમાં ચનપાડ્યું હોય તે કે હર્ષ-વિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગ્રતતાને પામવા ગ્ય એવા હર્ષ-વિષાદ થતા નથી. ઉદયબળે કંઈકે તેવાં પરિણામ થાય છે. તે પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે.૧૨ -
સુખદુઃખ પ્રત્યે જ્ઞાનીની આવી વિશિષ્ટ દૃષ્ટિ હોવાને લીધે તેમને આશ્રયે જે સમગ્ર જીવન વિતાવવામાં આવે તો જીવના જન્મમરણના ફેરા ટળી જાય છે, દુઃખ મટી જાય છે અને આત્માનું અનંત સુખ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક દુઃખ ટાળવા માટે જ્ઞાનીની આજ્ઞા પ્રમાદરહિત થઈ પાળવી, એ જ શ્રેષ્ઠ ઉપાય છે. શ્રેયન, સુખને આવો માર્ગ તો વિરલા પુરુષે જ જાણે છે. તે વિશે શ્રીમદે લખ્યું છે કે –
સર્વ સુખને ઇછે છે, પણ કેઈક વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપે જાણે છે.”૧૩
જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જોવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહિ, અને ગમે તેટલી અરુચિ, અપ્રીતિ કે અભાવ એ દુઃખ પ્રત્યે આવે છતાં તેને અનુભવ્યા કરવું પડે. વાસ્તવિક ઉપાયથી તે મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને છતાં તે ન મટે તેથી અનેક જાતના વિકલ્પ થયા કરે કે આ દુઃખ શા માટે મટતું નથી ? તેને જે યથાર્થ વિચાર કરવામાં આવે તે સમજાય કે જ્ઞાનીને આશ્રયે, સર્વસમર્પણભાવથી વર્તવાથી આ દુઃખને નાશ થાય તેમ છે.
મનુષ્યદેહ – શરીર૧૪
સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મનુષ્ય, દેવ, તિર્યંચ કે નરક એ ચાર ગતિમાંની કોઈ પણ એક ગતિનો દેહ કર્મનો ભોગવટા માટે પ્રાપ્ત થાય છે. આ ચારમાંથી કોઈ પણ દેહ નિત્ય નથી, આત્મા મૂળ અશરીરી છે, પણ કર્મના ફળરૂપે તેને દેહ મળે છે.
આ ચાર પ્રકારના દેહમાંથી મનુષ્યદેહ ઉત્તમ ગણાય છે. ભૌતિક રીતે દેવનો દંડ સાતાદની આપે છે, પણ મુક્તિ મેળવવાને પ્રબળ પુરુષાર્થ કરવો હોય તો તે મનુષ્યદેહ
૧૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૮૪. અગાસ આવૃત્તિ પૃ. ૪૬૭ આંક : ૬૦૩ ૧૩. એજન, ખંડ ૨, પૃ. ૨૯૭. ૧૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંકઃ ૫૯૨, ૬ ૮૯, ૬૯૨, ૯૨૭, વગેરે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org