________________
૧૨. શ્રીમ કમિક આત્મકિપાસ
૫૫૧ ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તે પણ ચેડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.”૨ ૧૩
અને એ ઉપાધિ કેટલાક હેતુથી સમાધિરૂપ થશે તેમ તેમણે માન્યું હતું. તેમાં તેમણે નિયમ કર્યો હતો કે કોઈના દોષ જેવા નહિ, પોતાના જ દોષ જેવા. સ્વપ્રશંસા કરવી નહિ. સર્વને પ્રિય થાય તેવી જ વર્તણુક રાખવા પ્રયત્ન કરો. હમેશાં સત્ય બોલવું, ભૂલ માટે પશ્ચાતાપી થવું, અને પિતાની પરમાર્થશ્રેણ સાચવવા પૂરા પ્રયત્ન રહેવું. આ પ્રમાણે વતીને તે વ્યવહારોપાધિ ગ્રહણ કરવાને તેમણે નિર્ણય કર્યો હતો. આમ તેમની બાહ્ય અને આંતર શ્રેણી વરચેને વિરોધ આ વર્ષમાં વધવામાં તેમને વધતો વૈરાગ્ય પણ નિમિત્ત હતે.
વિ. સં. ૧૯૪૬ની સાલમાં શ્રીમદ શ્રી સભાગભાઈ, અંબાલાલભાઈ તથા લલ્લુજી મહારાજના પરિચયમાં આવ્યા હતા. અને તેઓ બધા શ્રીમદ્દના ગુણોથી આકર્ષાઈ તેમને સપુરુષ માનતા થયા હતા, તે જ બતાવે છે કે બાહ્ય ગૃહસ્થાશ્રેણી હોવા છતાં શ્રીમદની અંતરંગ શ્રેણું કેટલી નિરાગી થઈ હશે. વળી, આ વર્ષમાં તેમને શ્રી જૂઠાભાઈને વિયેગ થ, તે દુઃખ પણ ખમવું પડ્યું હતું. તેમના અવસાન વિશે શ્રીમદે ત્રણ માસ પહેલાં નોંધ લીધી હતી તે તેમના આત્માની વિ. સં. ૧૯૪૬ સુધીમાં થયેલી નિર્મળતા સૂચવે છે.
સંસાર તરફને વૈરાગ્ય એક બાજુ વધતો જાય છે, અને બીજી બાજુ સાંસારિક ઉપાધિઓ પણ વધતી જાય છે, તે સાથે “ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પરનું લક્ષ ઘટતું જાય છે. તેમણે પ્રાપ્ત કરેલ તિષ આદિ જ્ઞાન વિશે તેમને રસ ઘટવા લાગે હતો. એમની અંતરંગચર્યા કેવી હતી તે વિશે તેમણે શ્રી સેભાગભાઈને વિ. સં. ૧૯૪૬ના ભાદરવા સુદ બીજના પત્રમાં જણાવ્યું હતું કે –
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શક્તી, દેહભાવ દેખાડવે પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલાક અંતરાય છે.”૨ ૨ ૨૧મ. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ, આંક ૧૫૭ (૧૩) ૨૨. એજન આંક ૧૩૩.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org