________________
૩૩૮
શ્રીમદની જીવનસિદ્ધિ
વિષયેથી ન ડગનાર અને તેવા પ્રસંગમાં મનને કાબૂમાં રાખનાર સાધકને માટે આત્મસ્થિરતા ડગાવે તેવો એક બીજો શત્રુ છે, તે છે પ્રમાદ. શ્રી કાનજીસ્વામી જણાવે છે તેમ પ્રમાદ એટલે “આત્મસ્વરૂપમાં અનુત્સાહ” અને “આત્મસ્વરૂપમાં ઉત્સાહ અથવા સ્વરૂપમાં સાવધાની તેનું નામ અપ્રમાદ છે. એવી સર્વોત્કૃષ્ટ સાધનદશા – સર્વકાળ સ્થિતિસ્થિરતા – વતે, એવી શુદ્ધ અવસ્થાની એકાગ્રતા જલદી વર્તે એવી અહીં ભાવના છે.”૩૪
મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા –એ પાંચ પ્રમાદના મુખ્ય પ્રકાર છે. ૩૫
મદ– મદ એટલે અભિમાન કે અહંકાર. મદ આઠ પ્રકારના છે? જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, તપમદ,વિદ્યામદ (કે જ્ઞાનમદ), લાભમદ અને ઐશ્વર્ય મદ. આમાંથી કોઈ પણ જાતનો મદ આવે તે જીવમાં ઉદ્ધતાઈ, ઉછાંછળાપણું, સ્વછંદ વગેરે આવતાં, પરિણામે કાં તે એ પદ ગુમાવવાનો વખત આવે છે, અને નહિ તે એ પદ સંતોષ આપવાને બદલે અસંતોષ આપનારું થઈ પડે છે. સામાન્ય રીતે જાતિ, કુળ, બળ કે રૂપ જેવાના મદ મુનિને ન આવે, પણ તેમને પિતાના તપ, લબ્ધિ, જ્ઞાન વગેરેની મદ આવવાનો સંભવ રહે છે. તેથી અહીં કોઈ પણ જાતની મદરહિત સ્થિતિ ઈરછી છે.
વિષય- પ્રમાદનું બીજું અંગ વિષય છે. અહીં વિષયનો અર્થ કામવિકાર છે. ઉચ્ચ કેટિએ ગયેલા સાધકે ચોથું વ્રત અંગીકાર કર્યું હોય છે, તેથી તેને સ્થળ વિષયપ્રમાદ હોતો નથી, પણ કર્મોદયજન્ય વિષય હોય છે. અને તે પણ ઉપશમરૂપ હોય છે. આત્મસ્થિરતા દઢ ન હોય તે બાહ્ય નિમિત્ત મળતાં પૂર્વે ભગવેલ વિષય યાદ આવી જાય. તેવે પ્રસંગે મનમાં સેંભ પણ ન થાય તેવી ભાવના ભાવી છે. પાંચ પ્રકારના પ્રમાદમાં “વિષય ” એ સૌથી ભયંકર છે. અને એ એક જિતાઈ જાય તે બાકીનાને જીતવા સહેલા પડે છે તે વિશે શ્રીમદે લખ્યું છે કે –
એક વિષયને જીતતાં, જિ સ સંસાર;
નૃપતિ જીતતાં જીતીએ, દળ, પુર ને અધિકાર.”૩૬ કષાય – કષાય એ પ્રમાદનું ત્રીજુ અંગ છે. અપ્રમત્તદશામાં આગળ વધતો સાધક વિષય પર કાબૂ મેળવે છતાં ૧૨માં ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી તેને કષાય રહી જાય છે. આથી ઉપશમણીનો સાધક ૧૧માં ગુણસ્થાનેથી અવશ્ય પતન પામે છે. કષાય મુખ્ય ચાર છે : ક્રોધ, માન, માયા, લોભ. તે પ્રત્યેકના ચાર પ્રકારમાંથી પહેલા ત્રણ – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની એટલે કે ૧૨ કષાયને ક્ષય કે ક્ષયોપશમ ન થાય ત્યાં સુધી ભાવચારિત્ર આવતું નથી. કેઈ ક્ષોપશમી હોય તે, અથવા સંજવલને કોંધ, માન, માયા કે લોભને ઉદય આવે તે વખતે પણ, મનમાં ભ થાય નહિ એવી ભાવના આમાં છે.
૩૪. “અપૂર્વ અવસર પરનાં પ્રવચને”, પૃ. ૨૨. ૩૫. કેટલીક જગ્યાએ પ્રમાદના પાંચમાં પ્રકાર તરીકે “મદ'ને બદલે “ને, ” કે “ મદ્ય ”
ગણાય છે, અથવા તો “નિદાને બદલે “ નિંદા ” ગણાય છે. ૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ , પૃ. ૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org