________________
૬. અપૂર્વ અવસર
નિકા નિદ્રાની તા દરેક દેહધારીને જરૂર છે. શરીર ટકાવવા ઉચિત પ્રમાણમાં નિદ્રા લેવી તે પ્રમાદ નથી, પણ જરૂર કરતાં વધુ નિદ્રા લેવી તે પ્રમાદ છે. કોઈ અશુભ કર્મના ઉદયથી આ જાતના પ્રમાદ આવે તે મુનિ આત્મજાગૃતિ રાખી તે દૂર કરે છે, અને મનને ક્ષેાભ પામવા દેતા નથી. તેવા પ્રમાદથી દૂર રહેવાની અહીં ભાવના છે.
વિકથા — પ્રમાઢના પાંચમા પ્રકાર વિકથા છે. સ્ત્રીપુરુષકથા, ભાજનકથા, દેશકથા કે રાજકથા તે વિકથા છે. તે ચારે સ`સારની વૃદ્ધિ કરનાર છે. તેથી મુનિ તેનાથી અલિપ્ત રહે, મુનિને સ્થૂળ વિકથા હાવાના સંભવ આ હાય છે. પણ અન્ય મુનિ વિશે વિકથા કરવાના, તેના વિશે તે હલકા છે તેવા ખ્યાલ થવાના સંભવ સૂક્ષ્મતાએ રહે છે. આવી કાઈ પણ જાતની વિક્થામાં ન પડવાની ભાવના અહી' છે.
આત્મસ્થિરતા મેળવવામાં નડતરરૂપ વિષય, પ્રમાદથી અલિપ્ત રહેવાની ભાવના સાથે શ્રીમદું અહીં “ પ્રતિબંધ ”થી પણ મુક્ત રહેવાની અભિલાષા સેવી છે. “ અપૂર્વ અવસર ’ની આ કડીમાં જણાવ્યું છે તેમ પ્રતિબંધ ચાર પ્રકારના છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. પ્રતિબધ એટલે આવરણ.
દ્રવ્યપ્રતિમધ બાહ્ય કોઈ પદાર્થની જરૂર હાવી તે દ્રવ્યપ્રતિબંધ. નિગ્રંથ મુનિન સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગચારિત્ર સિવાય કોઈ પણ વસ્તુની જરૂર ન હોય. વસ્ત્ર, પુસ્તક, આહાર વગેરેમાંથી કાઈના પણ ગ્રહણ કે અગ્રહણ વિશે' મતાગ્રહ ન હોય. મતાગ્રહ તે પ્રતિબંધ છે. તે વિશે શ્રીમદ્દે લખ્યું છે કે ઃ—
૩૩૯
---
66
ં પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થ સર્વ પ્રકારના પેાતાના મમત્વભાવરહિત રખાય તે જ આત્મા છે, નહિતર મહાન પ્રતિબધ છે. ” એવુ જ અન્ય દ્રષ્યા વિશે છે.૩૭
ક્ષેત્રપ્રતિખ ધ માન, પૂજા, સત્કાર આદિ મળે તેવા અનુકૂળ ક્ષેત્રમાં જ રહેવુ' કે પ્રતિકૂળ ક્ષેત્રમાં ન જ રહેવુ' તે ક્ષેત્રપ્રતિબંધ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા જોયા વિના સમભાવે મુનિએ રહેવુ' જોઈ એ. ક્ષેત્રપ્રતિબ`ધ સમજાવતાં શ્રીમદ્દે લખ્યું છે કે:
“આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે.’૩૮
-
ભાવપ્રતિબધ — શિષ્ય, અનુયાયી વગેરે માટે પ્રીતિ થવી તે ભાવપ્રતિબધ. માન આપે તેના તરફ પ્રીતિ થવી અને અપમાન કરે તેના તરફ અપ્રીતિ થવી તે ભાવપ્રતિબંધ છે. તેનાથી મુનિએ છૂટવુ જોઈ એ.
ફાળપ્રતિમ ધ — અમુક ક્ષેત્રમાં અમુક કાળે જ જવું, અન્ય ફાળે ન જવું, તેવી ઈચ્છા તે કાળપ્રતિબ`ધ; જેમ કે અતિશય ઠંડા પ્રદેશમાં શિયાળામાં ન જવુ તે કાળપ્રતિબંધ છે.
૩૭. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૬૪, આંક ૮૩૦. ૩૮. એજન, પૃ. ૩૬૪, આંક ૪૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org