________________
૩૪૦
શ્રીસની જીવનિિસદ્ધ
આ ચારે પ્રતિબંધ વિશે શ્રી તીથ “કર પ્રભુના અભિપ્રાય જણાવતાં શ્રીમદ્ એક પત્રમાં લખ્યુ છે કેઃ—
“ તીર્થંકર દેવ તા એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચાર પ્રતિબંધથી જે આત્મા થતા હોય અથવા નિગ્રંથ થવાતું હોય તે તે તીર્થંકરદેવના માર્ગમાં નહિ, પણ સંસારના માર્ગમાં છે, ’૩૯
આથી આ પ્રત્યેક પ્રતિબંધ વિના રહેવાની ઈચ્છા શ્રીમની છે. તેમાં પણ તેઓ ઉદ્દયાધીનપણું તથા વીંતલાભ દશાથી રહેવા ઇચ્છે છે તે તેમણે ચેાથી પક્તિમાં જણાવ્યું છે. અહીં “ ઉદયાધીન ” અને “વીતલેાભ” શબ્દા સપ્રયેાજન યેાજાયેલા છે.
66
વિચરવુ. ઉદયાધીન ” એટલે પૂર્વ પ્રકૃતિના ઉદય આવે તેને વિવેકસહિત જાણી, તેમાં મમત્વ કર્યા વિના સમભાવે વર્તવું, મુનિને સતત વિહાર ચાલતો હોય છે, પણ તે વિહાર મા ક પાછળ માન, પૂજા, સત્કાર આદિના હેતુ ન હેાવા જોઈએ. તેમ જ મુનિની અન્ય સર્વ ક્રિયા પાછળ પણ એવા કાઈ હેતુ નહાવા જોઈએ. બધુ' કર્મના ઉય પ્રમાણે, નીરાગીપણે થવું જોઈએ. પ્રકૃતિના ઉદયને જાણે પણ તે વિશે સમભાવે રહેવુ તે • ઉદયાધીન ’વના કહેવાય.
કાઈ પણ કાર્ય ઉદયાધીનપણે થતુ હાય ત્યારે તેમાંથી કેઈ પણ જાતના લાભ લેવાના હેતુ ન હેાય. મુનિ વિહાર કરે, જ્ઞાનદાન કરે કે અન્ય કાઈ કાર્ય કરે ત્યારે તેમાંથી માન, પૂજા, સત્કાર, આદિ કાઈ પણ લાભ લેવાની લેશ પણ ઇચ્છા કર્યા વિના તે કાર્ય કરવું તે વીતલાભ પણે કાર્ય કર્યું. ગણાય. પ્રત્યેક વસ્તુ સયમના જ હેતુથી થવી જોઈએ એવી ભાવના છે. અહીં સ કાર્યામાં “વિચરવા ”ની ક્રિયાને શ્રીમદ્દ મહત્ત્વ આપી “વિચરવું ઉદયાધીન પણ વીતલાલ જો” એમ કહે છે; કારણ કે મુનિને ક્ષેત્ર પ્રતિ આસક્તિ થવાના વિશેષ સભવ રહે છે. જ્યાં માન-પૂજાદિ નિમિત્તે મળે, અનુકૂળ વાતાવરણ હોય ત્યાં રહેવાની ઇચ્છા વર્તવાની શકયતા વિશેષ છે. તેથી તે જગ્યાએ શ્રીમદ્દે ઉદયાધીન અને વીતલાભપણે વિચરવાની ભાવના વ્યક્ત કરી છે.
પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરવાથી શા લાભ થાય તે “ઉત્તરાધ્યયનસૂત્ર ”ના ૨૯મા અધ્યયનની ૬૨થી ૬૬ સુધીની ડિકા (પૃ. ૨૬૯)માં સમજાવ્યું છે. તે પરથી અહી સંપૂર્ણ ઇન્દ્રિયજયની ભાવના શ્રીમદ્રે ગાઈ હાય તા તે અસભવિત નથી. એ જ રીતે પ્રમાદરહિત રહેવાની ભાવનામાં તથા પ્રતિબંધરહિત વિચરવાની ભાવનામાં “ આચારાંગસૂત્ર ’ના નવમાં અધ્યયનના બીજા ઉદ્દેશમાં વર્ણવાયેવું – વીરપ્રભુનુ` ચરિત્ર નિમિત્ત હોય તેમ લાગે છે. તેમાં મહાવીર પ્રભુ કઈ રીતે પ્રમાદરહિત બનીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના પ્રતિબ`ધ વિના વિચરતા હતા તેનુ વર્ણન આપેલુ છે.૪૦
32. · શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૬૪, આંક ૪૩૦, ૪૦. “ આચારાંગસૂત્ર”, અવ્ય. ૯, ગાથા ૪, ૫, ૭ વગેરે, પૃ. ૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org