________________
૧૩૬
શ્રીમની જીવનસિદ્ધિ
“ અરે શ્રેણિક, મગધ દેશના રાજા! તું પાતે અનાથ છે. તે મારા નાથ શુ થઈશ ? નિન તે ધનાઢય કચાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કથાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા કથાંથી દે? વધ્યા તે સંતાન કથાંથી આપે? જ્યારે તુ. પેાતે અનાથ છે. ત્યારે મારા નાથ કયાંથી થઈશ ? ૨૪
આમ વિરાધ દ્વારા તેમણે કથનની સચાટતા આણી છે.
આમ જ્યાં જયાં શકયતા જણાઈ ત્યાં ત્યાં પેાતાની વિશિષ્ટ શૈલીથી કર્તાએ કથાને વધુ અસરકારક બનાવી છે. આ કથા વાંચીએ છીએ ત્યારે કયાંયે એવી છાપ નથી પડતી કે તે કેાઈકને આધારિત છે, બલ્કે તે સ્વતંત્ર હાય એ જ રસથી આપણે વાંચી શકીએ છીએ. ધારી અસર ઉપજાવવા માટે તેમણે કક્યારેક બેત્રણ શ્લેાકના ભાવાર્થ સાથે લીધા છે, ત કચારેક એક શ્લાકનાં પણ ત્રણ-ચાર નાનાં નાનાં વાકયો રચી પેાતાનુ કામ સાધ્યુ છે. આમ મૂળ સૂત્રથી ઘેાડી છૂટ તેમણે લીધી છે, પણ તે ચેાગ્ય થયું છે એમ લાગ્યા વિના રહેતું નથી. વળી, શ્રીમની ઇચ્છા અનુવાદ કરવાની નહેાતી જ, પણ તેમના હેતુ સામાન્ય જનને વાંચવી ગમે તેવી રીતે કથાને મૂકવાના હતા; તે હેતુ અહી પૂર્ણ થયેલા આપણે
જોઈ એ છીએ.
મુનિત્વના નિયમા ખરાખર ન પાળવા, જ્યાતિષવિદ્યા, લક્ષણવિદ્યા આદિ મેળવેલી વિદ્યાના દુરુપયેાગ કરવા એ બધાં અનાથીપણાનાં ખીજી જાતનાં લક્ષણેા લગભગ અઢાર શ્લેાકમાં તે અધ્યયનમાં આપ્યાં છે. પણ અહીં તે બિનજરૂરી લાગતાં છેાડી દઈ, પેાતાને હેતુ પૂર્ણ થતા લાગ્યા ત્યાં જ કર્તાએ કથા પૂર્ણ કરી છે. એ રીતે વાર્તા' ઔચિત્ય જાળવવાની તેમની શક્તિ અને કલારુચિના પણ આપણને ખ્યાલ આવે છે. અહી તેએ પહેલી ભાવના અનુસાર જ પુષ્પિકા આપે છે.૨૫
એકત્વભાવના
આ આત્મા એકલા જ છે. તે એકલા આવ્યા છે અને એકલા જવાના છે. તેણે કરેલાં કમ તે એકલે જ લાગવવાના છે, એમ ચિંતવવું તે એકત્વભાવના. ઉપજાતિ છ'દની ચાર પક્તિમાં આ ભાવ સમજાવી તેના વિશેષા શ્રીમદ્દે ગદ્યમાં આપ્યા છે.
આ ભાવનાના દૃષ્ટાંતમાં શ્રીમદ્દે મિથિલેશ મિરાજ અને શક્રેન્દ્રે દેવને સાઁવાદ આપ્યા છે. નમિરાજ એકત્વ સિદ્ધ થતાં બધું છેાડી નગર બહાર મુનિવેશે તપ કરતા હતા. તેમની પરીક્ષા કરવાની ઇચ્છાથી શદ્ર દેવ વિપ્રરૂપે તેમની પાસે આવે છે અને પેાતાનું કા શરૂ કરે છે. રાજાની દીક્ષાથી આખું નગર શેાકમય બન્યું હતું, તે શાક દૂર કરવા દીક્ષા
cc
૨૪. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮.
૨૫.
આ ભાવના “ મેાક્ષમાળા ''માંથી લેવાઈ છે. જુએ પાઠ ૫, ૬, ૭. આ ભાવનાની તથા તેના વિશેષાથ નવાં રચાયેલાં છે, તે સિવાયનું સર્વ “ મેાક્ષમાળા ’’માંથી
પદ્યપ ક્તિ લેવાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org