________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે
૫૨૭
જુદા જુદા વિષયો વિષે ટૂંકાણમાં સમજાવ્યું છે. અહી સુધીનાં તથા આ પછીનાં “ઉપદેશછાયા”નાં વચનો વાંચતાં એ પ્રતીતિ થતી જાય છે કે તેમનાં વચને અનુભવીનાં છે અને એમાં શ્રદ્ધાને રક છે.
આમ અનેકાનેક વિષયો વિશે શ્રીમદે ઉપદેશ આપ્યો છે. તે બધામાં વિષયવું પુનરાવર્તન પણ જોવા મળે છે. “ઉપદેશછાયા”ના ૮થી ૧૪ સુધીના ભાગ પણ એ જ પ્રમાણે રચાયેલા છે. તેમાં પ્રશ્નોના ઉત્તર, દૃષ્ટાંત વગેરે આવે છે. આ બધા વિભાગમાં મુખ્યત્વે આત્માનું સ્વરૂપ, જ્ઞાની પુરુષની સમતા, જ્ઞાની અજ્ઞાની વચ્ચેનો ભેદ, સમભાવ, સમકિતની પ્રાપ્તિનો ઉપાય, ભક્તિનું માહાત્ર્ય, સપુરુષનો ઉપકાર, મોક્ષ એટલે શું, બ્રહ્મચર્યનો મહિમા, વૈરાગ્યનું મહત્ત્વ, જૈન ધર્મ કેવો છે, જીવની શક્તિ વગેરે વિશે સમજાવ્યું છે. આમાં પુરુષની મહત્તા વગેરે વિશે વારંવાર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.
આ બધાં વચને વાંચીએ ત્યારે શ્રીમદની જ્ઞાની અને અનુભવી તરીકેની છાપ આપણું પર પડ્યા વગેરે રહેતી નથી. મુખ્યત્વે તીર્થકર પ્રભુએ કઈ રીતે સમજાવ્યું છે, તે જ તેઓ જણાવે છે. પોતે તેમના માર્ગથી કંઈ સ્વતંત્ર રીતે કહેતા નથી, એમ તેઓ વારંવાર જણાવે છે, જેમાં તેમનું નિરભિમાનીપણું જોવા મળે છે. આમ છમાં તીર્થકરની, જેનમાર્ગની પિતે ઓળખાણ કરાવી શકે તેટલું જ્ઞાન તેમની પાસે છે એવી મતલબનાં કેટલાંક વચને અહીં જોવા મળે છે. તે વિશે મુનિ હર્ષચંદ્રજી એવો આક્ષેપ કરે છે કે શ્રીમદ્દ બહુ અભિમાની, અજ્ઞાની હોવા છતાં પોતાને જ સર્વશ્રેષ્ઠ ગણાવનાર તથા તેવા અન્ય દોવાળા છે. પણ શ્રીમદ્દનાં આ વચને વાંચીએ છીએ ત્યારે તેઓ અજ્ઞાની, અભિમાની કે શ્રેષ્ઠ ગણવાની વૃત્તિવાળા હોય તેવી છાપ પડતી નથી. મુનિની આવી ટીકા અંગેનું એકાદ ઉદાહરણ જોઈએ. “ઉપદેશછાયા ”માં “વ્રત નિયમ કરવાં કે નહિ ?” એવા એક પ્રશ્નના ઉત્તરમાં એવું વચન આવે છે કે, “ત્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, હૈયાં છોકરાં અને ઘરમાં મારાપણું કરવું નહિ. ૩૭ આ વચન વિશે મુનિ હર્ષચંદ્રજી લખે છે –
આ ઉત્તર વાંચી આપણને એમ થાય છે કે તેઓ એમ માનતા લાગે છે કે આપણે બોલીએ તે શાસ્ત્ર છે. આ સ્થળે તેઓ આગળ કહી ગયા છે તે સાંભરે છે કે “અજ્ઞાનીના રાગી બાળાભેળા જ અજ્ઞાનીએ કહ્યા પ્રમાણે ચાલે છે.” એ કથન તેમણે પિતાના મંડળમાં સારું પાડ્યું છે, જેમ તેઓ બીજાઓના મંડળમાં બાળભેળા કહે છે, તેમ જ તેઓના મંડળમાં તેવા અજ્ઞાની જ ન હોય તે તેઓની હા એ હા, ને ના એ ના, કેમ કહે ? તેઓ કહે છે કે વ્રતનિયમ કરવાં પણ છેયાં છોકરાંમાં ઘરમાં મારા પણું ન કરવું. ધારો કે તેમાં મારાપણું લોકો કરે, એટલે તેઓનાં વ્રતનિયમે શું જતાં રહ્યા? ગૃહવાસમાં શ્રાવકો શું મારાપણું નથી કરતા ? જે કરે છે તો તેઓને શું વ્રતનિયમે નથી હોતાં ? તેઓ આ કઈ જાતની રમતમાં લોકોને રમાડવા ૩૭. “શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ, પૃ. ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org