________________
૨૨૦
શ્રીમદની જીવનસિદ્ધિ કેટલાક દેહરા સુભાષિત જેવા પણ બન્યા છે, અને તેમાં કેટલીક જગ્યાએ સંસ્કૃત સુભાષિતાની શિલીની છાયા પણ વરતાય છે, જેમ કે –
“કલેશ, ગર્વ, ઉન્માદ ને આળસ ઊંઘ અયોગ્ય,
લક્ષમી રળવાનાં ગણે, માત્ર પાંચ અવજોગ.૫૨ “દાન, કાવ્ય, તપ, ચાતુરી, ગુરુભક્તિ ને જ્ઞાન વિવેક, નીતિ, લક્ષમી એ સબળ કીતિનાં સ્થાન.”૫૩ “લક્ષમીભૂષણ છે ઘર, અને ઘરભૂષણ છે નાર;
નારભૂષણ આ ધારીએ, પતિભક્તિ પ્રિયકાર. ૫૪ સરળ ભાષામાં લખાયેલા આ દેહરાઓમાં શ્રીમદ્દની નીતિપ્રિયતા, સદગુણપ્રીતિ વગેરે ગુણે જોવા મળે છે.
fi અવધાન કાવ્યો
સુધસંગ્રહ”માં લગભગ ૪૦ જેટલી, અવધાન સમયે રચેલી પદ્યકૃતિઓ જોવા મળે છે. એમાં કેટલીક પાદપૂર્તિ છે. આ શીદ્યરચનાઓ ભાગ્યે જ ચાર-આઠ લીટીથી લાંબી છે.પ ૫
આ શીધ્રરચનામાં વિષચનું વૈવિધ્ય ઘણું છે, તેમ જ વિષ પણ ઘણી વખત ગુ, કાંકરો, રંગની પિચકારી, કેરો કાગળ, ત્રણ દરવાજા, લવિંગ, ઈટ, નળિયું જેવા સામાન્ય લેવામાં આવ્યા છે, તો ક્યારેક ધર્મ, કજોડાં, ઈશ્વરલીલા, વિદ્યા વગેરે જેવા ગંભીર પ્રકારના વિષયે પણ લેવાયા છે. આ રચનાઓ વિવિધ છંદમાં લખાયેલી છે. અહીં આપણને શિખરિણ, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, ભુજંગી, ઈન્દ્રવજી, ઉપેન્દ્રવજા, તેટક, માલિની, મંદાક્રાન્તા, ઉપજાતિ, હરિગીત, દોહરા, નારાચ, કવિત, મનહર, ગીતિ, પદ્ધડી વગેરે અક્ષરમેળ કે માત્રામેળ છંદ જોવા મળે છે. શીદ્યરચનાઓમાં શ્રોતા માગે તે વિષય અને માગે તે છંદમાં શ્રીમદ્દ રચના કરી શકતા, તે તેમનું રચનાકૌશલ બતાવે છે.
બાલપણુથી ઉત્પન્ન થયેલી એમની વૈરાગ્યપ્રવૃત્તિ આ શીર્ઘરચનાઓમાં ઘણી વખત દેખાઈ આવે છે, અને એ વ્યક્ત કરવા તેમને ગંભીર વિષયની જરૂર પડતી નથી. કાંકરે, રંગની પિચકારી કે ઘડિયાળના ડંકા જેવા સામાન્ય વિષયે પણ તેમને પોતાના વક્તવ્ય માટે પૂરતા થઈ પડે છે. કાંકરા વિશે તેઓ દોહરામાં લખે છે કે –
“એમ સૂચવે કાંકરે, મનદગ ખેલી દેખ,
મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.”૫૬ પર-પ૩. “સુબોધસંગ્રહ”, પૃ. ૮પ. ૫૪. એજન, પૃ. ૮૬. ૫૫. “સુબોધસંગ્રહ”માં આપેલાં અવધાન કાવ્યોમાંનાં કેટલાંક “શ્રીમદ્ રાજચંદ્રની
પાંચમી આવૃત્તિમાં પણ આપ્યાં છે. ૫૬. “સુબોધસંગ્રહ” પૃ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org