________________
૪. પ્રકીર્ણ રથનાઓ
રે માછલી જળ થકી રહી પ્રેમ બાંધી, તેના વિના તરફડે ઝટ નેહ સાંધી; જીવે નહિ વિરહથી થળમાં બિચારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી.”૪૬
પ્રકીર્ણ દેહરાએ
દષ્ટાંતિક દેહર”, “મિત્ર પરીક્ષા ”, “કુમિત્રનિદા”, “પ્રાસ્તાવિક દેહરા” વગેરે શીર્ષક નીચે “ સુધસંગ્રહમાં શ્રીમદ્દ રચિત કુલ ૧૧૦ દાહરાઓ આપવામાં આવ્યા છે. આ પ્રત્યેક દેહરે સ્વતંત્ર એકમ જેવો છે. એટલે તેમાં વિષયવૈવિધ્ય ઘણું જોવા મળે છે. મિત્ર, દુશ્મન, પિસે, વિદ્યા, કાવ્ય, પંડિતાઈપ્રેમ, સદગુરુ, ચડતી-પડતી, ટેવ વગેરે વિષયો વિશે શ્રીમદ્દ દેહરા રહ્યા છે, અને તે દ્વારા નીતિવ્યવહાર વિશે પિતાના કેટલાક વિચારો રજૂ કર્યા છે. કેટલાક દોહરા અર્થાન્તરન્યાસના સુંદર ઉદાહરણ પણ બન્યા છે, જેમ કે –
પડતી સમયે પંડને, ઊગે અવળી વાત; હરણ થયાં મૃગમેહથી, સતી સીતા સુખઘાત.”૪૭ “અવળાં પણ સવળાં થશે, ઠાકર વાગ્યે ઠીક,
તપ્યા લેહને ટીપતાં, સુધરી જશે અધિક. ૪૮ કેટલીક વખત તેઓ અર્થાન્તરન્યાસમાં કહેવતને પણ ઉપયોગ કરે છે. જેમ કે –
બેવકૂફને બંધ દે, પણ લાગે નહીં લેશ ભેંસ આગળ ભાગવત તણે જેમ ઉપદેશ.”૪૯ આમ અવનીને કાયદો, ઘર ફૂટયે ઘર જાય;
રાજ ગયું પૃથ્વીરાજનું ફૂટે હાહુલીરાય.૫૦ મિત્ર વિશે લગભગ ૧૭ જેટલા છૂટક છૂટક દાહરા મળે છે. તેમાં સારા તેમ જ ખરાબ મિત્રનાં લક્ષણે અપાયાં છે. કયાંક તેમણે ધન વિશે અવલોકનમૂલક વિચારો રજૂ કર્યા છે. કાવ્યના ગુણો વિશે પણ થોડા દોહરાઓ મળે છે. જુઓ –
વિના રસિકતા કાવ્યનો, સરસ ન લાગે સેર;
સૂનાં લાગે સર્વથા, ધણી વિનાનાં ઢોર ૫૧ ૪૬. “સુબોધસંગ્રહ', પૃ. ૭૪. ૪૭. એજન, પૃ. ૫૯. ૪૮. એજન, પૃ. ૯૯. ૪૯. એજન, પૃ. ૧૦૨, ૫૦. એજન, પૃ. ૫૯, ૫૧. એજન, પૃ. ૧૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org