________________
શ્રીમતી જીવનસિદ્ધિ
ભાટચારણાની શૈલીની કવિતાની યાદ આપણને આ પદ અપાવે છે. આ રચનાની શરૂઆત જ તે શૈલીના પ્રકારની છેઃ—
૧૮
66
ઢાલ ઢળકતી, ઝમક ઝમકતી, લઈ ચળકતી કર કરવાલ; ખરેખરા ખૂદ રણમાં ત્યાં મૂછ મલકતી ઝગતું ભાલ.” વગેરે વર્ણસગાઈનાં પણ ઘણાં ઉદાહરણા મળે છે, “ મનની મૂકે મમતા માડ ”, ૮ કેવળ કેસરિયાં કરનારા ” વગેરે.
આ રીતે જોમ તથા વેગવાળી ભાષામાં તેમણે આપેલા રણમેદાનના અને રજીયેાદ્ધાના ચિતાર આસ્વાદ્ય બની શકે એવા છે. શ્રી બ્રહ્મચારી ગેાવનદાસ આ કાવ્ય વિશે લખે છે કે
“ સર વેાલ્ટર સ્કોટનાં દ્વન્દ્વયુદ્ધો – Combats, શૌર્ય પ્રેમપ્રેરક – Romantic - કાવ્યા જેણે વાંચ્યાં હશે તેને આ સવૈયા વાંચી તે સ્મરણમાં આવ્યા વિના નહિ રહે ! પરંતુ એક નાના કાવ્યમાં શ્રીમદ્દે હૃદયના કેટલા ભાવેા જગાડવા છે તે તે પૂરુ તે કાવ્ય વાંચવાથી જણાય, અને શ્રીમદ્ સાહિત્યના જે જે ક્ષેત્રમાં કલમ ચલાવી હાય તે તે સવ સ્થળે તે વિજયવત નિવડયા વિના રહેત નહિ, એવી વાંચનારને પ્રતીતિ થાય તેવું આ અદ્ભુત કાવ્ય છે.’૪૩
“પ્રેમની કળા ન્યારી છે. ૬૪૪
સુખાધ પ્રકાશ”માં વિ. સ’. ૧૯૪૨માં પ્રગટ થયેલી વસ‘તતિલકામાં લખાયેલી આ રચનામાં શ્રીમદ્દે પ્રેમ કથાં અને કઈ રીતે પ્રવર્તે છે તે માટે કોઈ નિયમ નથી એમ પ્રતિપાદન કર્યું છે. આ કૃતિના અંતમાં તેમણે તેના રચનાઉદ્દેશ પણ જણાવ્યા છે.~~ “ સંઘે કરી સમજવા શુભ સ્નેહ ખૂખી, દૃષ્ટાંતરૂપ ચીતરી દૃઢ પ્રેમસૂફી. ’’૪૫
CC
પ્રત્યેક કડીના છેલ્લા ચરણમાં આવતી પક્તિ “ છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી ’ દ્વારા કવિએ પ્રેમના તત્ત્વના આ અનેાખાપણાના પરિચય પ્રકૃતિમાંથી લીધેલાં સખ્યાખ ધ સુપરિચિત દૃષ્ટાંતાથી કરાવ્યા છે. કમળના સૂર્ય પ્રતિ પ્રેમ, ભ્રમરના કમળ પ્રતિ પ્રેમ, પેાયણીના ચંદ્ર પરના રાગ, મારના મેઘ સાથેના પ્રેમ, લાહુ અને ચુંબકના પ્રેષ, જળ તથા મીનનેા પ્રેમ, સાગર અને શશીનેા પ્રેમ વગેરેનાં ઉદાહરણા તેમણે આપ્યાં છે. અને અહી' કાવ્યની ધ્રુવપક્તિ પ્રત્યેક કડીમાં અર્થાન્તરન્યાસ અલંકારની ખૂબ પ્રગટ કરે છે.
આ રચનાની ભાષા ઘણી સાદી હૈ।વાથી સમજવામાં પણ એવી જ સહેલી છે. સાદાઈમાં આ રચના દલપતરામની યાદ આપી જાય તેવી છે. જુએ
:
૪૩. “ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આ. ૪, પૃ. ૯૧.
૪૪. “ સુબોધસંગ્રહ ’', પૃ. ૭૨,
૪૫. એજન, પૃ. ૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org