________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે
“અમારી આજ્ઞાએ વર્તતાં જે પાપ લાગે તે તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ, કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડયા હોય તે કોઈને વાગશે એમ જાણ માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગાએ કઈ મૂકે તે કાંઈ તેણે રાજ્યને ગુને કર્યો કહેવાય નહિ, તેમ રાજા તેને દંડ કરે નહિ. તેમ મોક્ષને શાંત માર્ગ બતાવવામાં પાપ કેમ સંભવે ?”૪૬
વ્યાખ્યાનસાર – ૨”માં ઉપર જેમાં તે કરતાં પણ ઘણું વધુ વિષયે જેમ કે – કર્મના ઉદયમાં ફેરફાર ન થઈ શકે, પ્રદેશબંધ કઈ રીતે થાય, કરણાનુગ એટલે શું છે, અભવ્ય જીવ, હિંદના લોકોની વૃત્તિ, જેનધર્મ સિવાયના અન્ય ધર્મોમાં અહિંસાની દૃષ્ટિએ બૌદ્ધ ધર્મનું ચડિયાતાપણું વગેરે વિશેનું લખાણું પણ જોવા મળે છે. અહીં નાના-મેટા અનેક વિષ પરત્વેનું લખાણ હોવાથી વિષયવૈવિધ્ય ઘણું પ્રમાણમાં છે. આને લીધે કઈ એક વિષય વિશે ક્રમવાર લખાણ, કે કઈ વિષય અંગે સવિસ્તર લખાણ મળતું નથી, પણ જુદા જુદા વિષય પર છૂટક છૂટક લખાણ જોવા મળે છે. આ બધા વિચારો આપણને શ્રીમના અન્ય સાહિત્યમાં એક અથવા બીજા રૂપે જોવા મળે છે. એ મહત્ત્વના સાહિત્યની સરખામણીમાં “વ્યાખ્યાનસાર”ની બહુ અગત્ય નથી, પણ જે શ્રોતાએ આ ઉતાર્યું હશે, તેને માટે તે ઘણું ઉપગી નીવડયું હશે એમાં શંકા નથી. કારણ કે તે વખતે શ્રીમદ્ભ બીજુ સાહિત્ય બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હતું. આ વિભાગ વિશે પંડિત સુખલાલજીએ લખ્યું છે કે –
“ વ્યાખ્યાન સાર” આ જૈન તત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવું છે. એ વાંચતાં એમ લાગે છે કે, એમણે સમ્યકત્વ પાકું અનુભવ્યું ન હોય તે એ વિશે આટલી સ્પષ્ટતાથી વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. ૪૭ પંડિતજીએ આપેલે આ અભિપ્રાય સર્વ ઉપદેશનેધને લાગુ પડી શકે તેવો છે.
“ઉપદેશનોંધ”, “ઉપદેશછાયા” તથા “વ્યાખ્યાન સાર–૧ અને ૨” એ ચારે વિભાગ, આપણે જોયું તેમ, લગભગ એક જ પ્રકારના છે. તેમાં શ્રીમદ્દ દ્વારા અપાયેલા ઉપદેશની જુદા જુદા મુમુક્ષુઓએ ઉતારેલી નાંધ આપેલ છે. આ ઉપરાંત આ મુમુક્ષુઓની પ્રવૃત્તિ પણ સારી હોવાને લીધે તથા શ્રીમદ પ્રતિ તેમને ખૂબ જ પૂજ્યભાવ હોવાને લીધે તેઓએ બને ત્યાં સુધી શ્રીમદ્દની જ ભાષા જાળવી રાખી છે, તે આ ચારે વિભાગની ભાષાને શ્રીમના અન્ય સાહિત્ય સાથે સરખાવતાં જણાય છે.
શ્રીમદ્દના અન્ય લખાણ જેટલું આ ચારે વિભાગનું લખાણ મહત્ત્વનું નથી, પણ તેમનાં તમામ લખાણનો અભ્યાસ કરનારાઓ માટે તે અવશ્ય ઉપયોગી છે. શ્રીમદને મુખેથી વહેલી વાણુમાંથી કેટલાંક વચને અહીં એવાં જોવા મળશે કે અન્યત્ર એ જ રૂપે ન પણ હેય.
૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ, પૃ. ૭૭૧. ૪૭. “શ્રીમદ્ રાજચંદ્ર - એક સમાલોચના”, “શ્રી રાજચંદ્રનાં વિચારને ”, ૫. ૧૭પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org