________________
૧૨
શ્રીમદની જીવનસિદ્ધિ
પ્રશ્ન કર્યાં હતા કે, “એક જૈન તરીકે પ્રામાણિકપણું કેવુ હોવુ' જોઈ એ ? ” એના ઉત્તરમાં શ્રીમદ્દે હાઈકોર્ટના મુરજ દેખાડી તેમને કહ્યું કે, “ પેલી દૂર જે હાઈ કોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણુ જેવુ જોઈએ તેના કરતાં જૈનનું પ્રામાણિકપણુ એ છુ તેા ન જ હાવુ જોઈએ. એટલે કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હાવુ જોઈએ કે તે સંખ"ધી કોઈને પણ શંકા ન થવી જોઈએ, એટલુ જ નહિં પણ તે અપ્રામાણિક છે એમ કાઈ કહે તે સાંભળનાર તે વાત પણ ન માને, એવું એનું પ્રામાણિકપણુ` સત્ર જાણીતું હાવુ... જોઈ એ.૧૭૬
૧૯. એમને દૂધપાક ન આયશા - એક વખત શ્રીમદ્, માણેકલાલ ઘેલાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે કાઈકને ઘેર જમવા બેઠા હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈ એ તિથિનું કારણુ ખતાવી શાક લેવા ના કહી, પછી રાઈતાં પીરસાયાં ત દિલને કારણે ના કહી. પછી કેટલીક પરચૂરણ વસ્તુએ પીરસવામાં આવી. તેમાંની કેટલીક તેમણે લીધી; કેટલીક ન લીધી. છેવટે દૂધપાક પીરસાયા. તે માણેકલાલભાઈના ભાણામાં પીરસાતા હતા તે વખતે શ્રીમદ્ કહ્યું, “એમને દૂધપાક પીરસવા રહેવા દ્યો ! એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પાતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસોષક વસ્તુના ત્યાગ કરવા નથી.” એ પ્રસ`ગે શ્રીમદ્દે જિહ્વાસ્વાદ અને રસલેાલુપતા વિશે થાડુ... વિવેચન કર્યુ. હતું. ૧૭૭
-
૨૦. સાક્ષ આમ મળે એક વખત શ્રીમદ્ પાસે ગાદી પર બેસી બધા ધમ ચર્ચા કરતા હતા. ત્યારે દામનગરના એક વિણક શેઠ આરામખુરશીમાં બેઠા બેઠા બીડી પીતા હતા. તેમણે શ્રીમને ટીખળથી પૂછ્યું, “ રાયચ`દભાઈ, માક્ષ કેમ મળે ?” તેના જવાખમાં શ્રીમદ્ જણાવ્યું કે, “તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છે તે જ સ્થિતિમાં હાથ કે પગ કે કંઈ જરા પણ હલાવ્યા વિના સ્થિર થઈ જાઓ તેા તમારે અહીંથી સીધા મેક્ષ થઈ જાય ?” શ્રીમદ્દના આ ટૂંકા છતાં માર્મિક જવામ સાંભળી શેઠે ઊભા થઈ બીડી નાખી દીધી, અને શ્રીમદ પાસે આવીને બેઠા.૧૭૮
ર૧. અપૂર્વ ભાસ શ્રી છોટાલાલ માણેકચર પેાતાના એક સ્વાનુભવ રજૂ કરતાં જણાવ્યું હતું કે એક વખત તે શ્રીમદ્ સાથે મુંબઈમાં શાંતિનાથજીના દેરાસરમાં ગચા હતા. ત્યાં થાડા વખત કુંદકુંદાચાર્યનુ “ સમયસાર ” પુસ્તક વાંચ્યું, અને પછી પ્રતિમાનાં દર્શન કરવા બાજુના આરડામાં ગયા. એ વખતે છેોટાલાલભાઈના બંને હાથ પાછળથી ઝાર્ટી શ્રીમદ્દે કહ્યું, “ જુઓ ! જુએ 1 આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી છે.” તે વખતે પાતાને અપૂર્વ ભાસ થતા હતા, તથા દેહ અને આત્માનું' ભિન્ન સ્વરૂપ તાદશ દેખાયું હતું તેમ છોટાલાલભાઈ એ રાંધ્યું છે. ૧૭૯
--
૨૨. સત્યના જ આગ્રહ · શ્રીમની લગભગ ૧૩ વર્ષની વયે બનેલા એક પ્રસ`ગ છે કે, એક વખત જેઠમલજી નામના વિદ્વાન મનાતા સાધુએ શ્રીમના જ્ઞાનથી ખુશ થઈ ૧૭૬, ૧૭૭, શ્રીમદ્ રાજચ્દ્રઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૧૦૧, ૧૦૨. ૧૭૮, ૧૭૯. એજન, પૃ. ૧૦૨,
Jain Education International
66
For Private & Personal Use Only
www.jainelibrary.org