________________
૧૩, શ્રીમના અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ ગુરુને વટામણમાં પધારવાની વિનંતિ કરી તેઓ બંને પાછા આવ્યા. હરખચંદજી મહારાજ વિહાર કરી થોડા દિવસમાં વટામણ આવ્યા અને ત્યાં એમણે એક માસની સ્થિરતા કરી. તે સમયે લલ્લુભાઈનાં માતાજીને વૈરાગ્યને બે સાંભળવાને તથા ગુરુસેવાનો લાભ મો. અને તેમણે આ બંનેને દીક્ષા લેવા માટે સંમતિ આપી. વિ. સં. ૧૯૪૦ના જેઠ વદ ત્રીજે લલભાઈ તથા દેવકરણ અને ખંભાતમાં હરખચંદજી મહારાજે માતાજી આદિ સંઘ સમક્ષ દીક્ષા આપી, અને દેવકરણજી મુનિને લલ્લુજીસ્વામીના ચેલા સ્થાપ્યા. તેમની દીક્ષા પછી, તે સંપ્રદાયમાં બીજા પણ કેટલાકે દીક્ષા લીધી તેથી તેઓ બંને બહુ સારાં પગલાંના ગણાયા.
તેઓ બંને શાસ્ત્રો, સ્તવન, સજઝાયાદિ ભણી કુરાળ થયા. તેમાં શ્રી દેવકરણજી વ્યાખ્યાનમાં બહુ કુશળ હોવાથી લોકપ્રિય થયા, અને સરળતા, ગુરુભક્તિ તથા પુણ્યપ્રભાવન લઈને લલ્લુજી મહારાજ પણ સર્વના સન્માન્ય બન્યા. દીક્ષા લીધા પછી લલ્લજી મહારાજે પાંચ વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા હતા. આમ તેઓ બાહ્ય તપ કરતા હતા, તે સાથે તેઓ આંતરિક તપ, કાયેત્સર્ગ આદિ પણ કરતા હતા. પરંતુ ઘણું ઘણું પ્રયત્નો કરવા છતાં તેમની કામવાસને સંપૂર્ણ નિર્મૂળ થઈ નહોતી. તે વિશે તેમણે પોતાના ગુરુને પણ ઘણું વાર પૂછ્યું હતું. પણ ગુરુએ આપેલા ઉત્તરથી તેમના મનનું સમાધાન થયું નહોતું.
વિ. સં. ૧૯૪૬માં લલ્લુજી મહારાજ ખંભાતમાં હતા. એક વખત તેઓ મુમુક્ષુઓ સાથે “ભગવતીસૂત્ર”નાં પાનાં વાંચતા હતા, અને ઉપાશ્રયના મેડા પર તેમના ગુરુ વ્યાખ્યાન કરતા હતા. સૂત્રનાં પાનાં વાંચતી વખતે “ ભવસ્થિત પાયા વિના કોઈનો મોક્ષ ન થાય” એવા ભાવાર્થનો અધિકાર તેમના વાંચવામાં આવ્યો. જે એમ જ હોય તે સાધુપણું, કાયલેશ આદિની શી જરૂર છે? – એ વિશે તેમને પ્રશ્ન થયું. તે વખતે સમક્ષઓ સાથે એ અંગે ચર્ચા થઈ, પણ કંઈ સમાધાન મળ્યું નહિ. તેથી તે વિષે તેમણે પોતાના ગુરુને પૂછવાનું વિચાર્યું. તે અરસામાં તેમની નજર અંબાલાલભાઈ વગેરે બેત્રણ ભાઈઓ પર પડી. તે ભાઈઓ એકાંતમાં બેસીને કંઈક વાંચતા હતા. તેથી લલ્લુજી મહારાજે તેમને ધર્મસ્નેહથી કહ્યું કે, “વ્યાખ્યાનમાં કેમ જતા નથી? ઉપર જાઓ કે અહીં આવીને બેસે.” આથી તે ભાઈ એ ઉપર જવાને બદલે લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા, અને એમણે ચાલતી ચર્ચામાં ભાગ લીધો. તે પછી અંબાલાલભાઈએ મુનિને જણાવ્યું કે, આવા પ્રશ્નને તો શું, પણ અનેક આગમ જેને હસ્તામલકવત્ છે એવા પુરુષ શ્રીમદ રાજચંદ્ર છે. તેમના પત્રે અમે વાંચતા હતા. તેઓ અહીં ખંભાત પણ પધારવાના છે. એ વાત સાંભળીને તથા શ્રીમદ્દના પત્રો વાંચીને લલ્લુજી મહારાજને શ્રીમનો સમાગમ કરવાની તીવ્ર અભિલાષા જાગી, અને તેથી શ્રીમદ્દ ખંભાત પધારે ત્યારે તેમને ઉપાશ્રયમાં તેડી લાવવા વિનંતિ પણ કરી. અંબાલાલભાઈ એ સંમતિ આપી.
વિ. સં. ૧૯૪૬ના દિવાળીના દિવસોમાં શ્રીમદ ખંભાત પધાર્યા, અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ ગયા. ત્યાં હરખચંદજી મહારાજના આગ્રહને માન આપી શ્રીમદે અવધાનના બંધ કરેલા પ્રયોગોને ઉપાશ્રયમાં હિતકારણ જાણી કરી બતાવ્યા. મહારાજ શ્રીમદ સાથે થોડી શાસ્ત્ર સંબંધી વાતચીત કરી તે પરથી તેમણે શ્રીમની ઘણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org