________________
શ્રીમની જીવનસિદ્ધિ | ગામના લોકોમાં તેમની આબરૂ સારી હતી, કારણ કે સર્વને પ્રસન્ન કરવાની આવડત તેમનામાં બાળપણથી જ આવી હતી. પુખ્ત ઉંમરે તેમનાં લગ્ન થયાં. થોડા વખત પછી સગર્ભાવસ્થામાં તેમનાં પત્નીનો દેહ છૂટી ગયો. તે પછી વરતેજ ગામના ભાવસારની પુત્રી નાથીબાઈ સાથે તેમનાં બીજી વારનાં લગ્ન થયાં. આમ ૨૭ વર્ષ સુધીનું જીવન સાંસારિક સુખમાં વીત્યું. તેમની વૃત્તિ ઉદાર હોવાને લીધે તેઓ ઘણાને પૈસા ધીરતા, અને લોકે પણ પોતપોતાની પ્રામાણિક્તા અનુસાર તેમને પૈસા પાછા આપી જતા. પરંતુ લલ્લુભાઈ કદી પૈસા ઉઘરાવવા ગયા ન હતા.
વિ. સં. ૧૯૩૭માં તેમને પીપાંડુ નામને રેગ થયો. અનેક પ્રકારના ઉપચારો કરવા છતાં રોગ મટયો નહિ. અને એક વર્ષમાં તેમનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું. પોતાને દેહ હવે નહિ જ બચે એમ લાગવાથી તેઓ જે કઈ આવે તેમની પાસે ક્ષમાપના લેતા. પુણ્યના ચગથી આ ભવને વૈભવ મળ્યો હતો, તેમ ભવિષ્યમાં પણ સુખની ઇચ્છા હોય તે આ ભવે ધર્મની આરાધના કરી લેવી જોઈએ તેમ તેમને લાગતું હતું, તેથી જે આ માંદગીમાંથી ઉઠાય તો સંસારત્યાગ કરી સાધુ થવાને તેમણે વિચાર કર્યો. સાધુ થવું હોય તો સાથે કોઈ ઉપદેશ- વ્યાખ્યાન કરી શકે તેવા સાધ પણ જોઈએ એમ તેથી પોતાના પાડોશી અને મિત્ર જેવા ભાવસાર દેવકરણ, જે તીક્ષણ બુદ્ધિના હતા, તેઓ પણ સાધુ થાય તે સારું, એમ તેમણે ઈચ્છયું. તેઓ બંને દરરોજ ઉપાશ્રયે સામાયિક કરવા જતા. તેમાં એક વખત લલ્લુભાઈએ દેવકરણને પૂછયું કે, “હું સાધુ થાઉં તો તમે મારી સાથે સાધુ થાઓ ખરા?” આવા સુખી કુટુંબને એકને એક છોકરી સાધુ થાય તે બનવાજોગ નથી, એમ વિચારી દેવકરણે સંમતિ આપતાં કહ્યું કે, “હા, તમે સાધુ થાઓ તો હું સાધુ થઈ તમારે શિષ્ય થાઉં.” જે આ પ્રમાણે બને તે દેવકરણ પર થયેલું દેવું પતાવી દેવાની લલ્લુભાઈએ તૈયારી બતાવી, આથી દેવકરણને ઘણો આનંદ થયો.
લલ્લુભાઈને કઈ ઠાકર પાસેથી દવાનાં પડીકાં લાવી આપતાં આરામ થયે, અને તેથી તેમણે દેવકરણ સાથે કરેલ સંકલ્પ પાર પાડવાના પ્રયત્નો શરૂ કર્યા. તેઓ બંને કોઈ સગાને ત્યાં મળવા જવાનું બહાનું કાઢી, ખંભાત સંઘાડાના ગુરુ હર ખચંદજી મહારાજ, જેઓ તે સમયે સુરત હતા, તેમની પાસે ગયા. ત્યાં પોતાને દીક્ષા આપવા બંનેએ વિનંતી કરી. મહારાજે માતાપિતાની સંમતિ વિના દીક્ષા આપવા ના જણાવી. એવામાં લલુભાઈની દીક્ષાના સમાચાર વટામણ પહાંચતાં તેમનાં માતુશ્રી રોતાં-કકળતાં હરખચંદજી મહારાજ પાસે સુરત આવ્યાં. ત્યાં બધી પરિસ્થિતિ જાણ્યા પછી લલુભાઈનાં માતાએ જણાવ્યું કે, લલ્લુભાઈ હજી બે વર્ષ સંસારમાં રહે, અને પછી જે વૈરાગ્ય ટકે તે દીક્ષા લે, તે પછી પોતે તેને રોકશે નહિ. આમ કોઈ પણ જાતને રસ્તો ન રહેતાં લલુભાઈ તથા દેવકરણજી પાછા આવ્યા, અને બે વર્ષ સુધી સંસારમાં પરવશપણે રહ્યા.
વિ. સં. ૧૯૪૦માં લલ્લુભાઈને ત્યાં પુત્રજન્મ થયો. પુત્ર મેહન સવાભાસને થતાં તેમણે દીક્ષા લેવા માટેનાં ચકો ફરીથી ગતિમાન કર્યા. તેઓ તથા દેવકરણજી ગુરુને વાંદવા ગોધરા ગયા. ત્યાં તેમણે ગુરુને પિતાને દીક્ષા આપવા ફરીથી વિનંતી કરી. ગુરુએ વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવો બેધ કર્યો, પણ માતાની રજા વગર દીક્ષા આપવાની ના કહી. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org