________________
२४०
શ્રીમાનો જનસિદ્ધિ પૂ. ગાંધીજીએ પંડિત શ્રી સુખલાલજીને એક વચન કહેલું કે, “અરે, આ “પુષ્પમાળા” તો પુનર્જન્મની સાક્ષી છે.”૧૦૨ આ વચને જ આ કૃતિની અગત્ય અને વિશેષતા દર્શાવવા પૂરતું છે.
સાત મહાનીતિનાં વાક્યો- વચન સપ્તશતી ૧૦૭
- વીસ વર્ષની ઉંમર આસપાસ મહાવીર પ્રભુ પ્રણીત ધર્મ પ્રગટ કરવાનો શ્રીમને ઘણે ઉત્સાહ હતે. તે વિશેની તેમની કેટલીક કલ્પના આપણને વિ. સં. ૧૯૪૩ માં તેમણે તેમના બનેવી ૨. ચત્રભુજ બેચરને લખેલા એક પત્રમાં જોવા મળે છે. એ પત્ર પરથી આપણને ખ્યાલ આવે છે કે તેમણે આ સાત મહાનીતિનાં વાક્યો પોતાની કલ્પના સાકાર કરવાના પહેલા પગથિયા રૂપે રચ્યાં છે. એ વિશે તેઓ એમના બનેવીને લખે છે કે, “સાતમેં મહાનીતિ હમણું એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે.”૧૦૮ એમાંથી દસબાર જેટલાં વચને ખૂટે છે. આ વચને “વચનસપ્તશતીને નામે પણ જાણીતાં છે.
જૈન ધર્મના અનુયાયીને આદર્શ ઘણે ઊંચે છે. તેથી જૈનધર્મને અનુસરતા ગૃહસ્થ, મુનિ કે અન્ય કોઈ પણ વ્યક્તિની આંતરિક તેમજ બાહ્ય સ્થિતિ કઈ જાતની હોવી જોઈએ, જૈનધર્મમાં મહાવ્રતનું કેવી સૂક્ષ્મતાથી પાલન કરવાનું હોય છે, શ્રાવકે પણ કેટલે સંયમ જાળવવાને હોય છે, તે વિશે આ વચને દ્વારા આપણને જાણવા મળે છે. સાથે સાથે તેમાં આરોગ્ય, વ્યવહાર, સદાચાર, નીતિ વગેરેની દૃષ્ટિએ પણ લખાયેલાં વચને જેવા મળે છે. તેથી આ નીતિવચનો જૈનધમીને અનુલક્ષીને લખાયાં હોવા છતાં કોઈ પણ ધર્મની સદ્દગુણ વ્યક્તિને આચરવા યોગ્ય બની ગયાં છે.
અહીં “શિર જતાં પણ પ્રતિજ્ઞાભંગ ન કરવો”, “સ્વાદિષ્ટ ભજન લઉં નહિ” જેવાં નિષેધાત્મક વચને અને “વેરીના સત્ય વચનને માન આપું”, “વિદ્વાને માન આપું ” જેવાં વિધેયાત્મક વચને એમ બે પ્રકારનાં વચને લખાયેલાં છે. એમાંના કેટલાંક વચને તે પોતાને ઉદ્દેશીને લખાયાં હોય તેવાં લાગે છે; જેમ કે – સમ્યફ સમયમાં અપયાનને ત્યાગ કરૂ છું ” વગેરે. જીવ કેટલીક વખત એવી ભૂલ કરે છે કે જેનો તેને ખ્યાલ પણ ન આવે. જીવથી થતા એવા દેશો માટે આ જાતનાં નીતિવચને ખૂબ ખૂબ ઉપયેગી થાય છે. શ્રીમદ પોતે પણ એ ઉપાગિતાના જાણકાર હતા. તેથી તેમણે “વચનામૃતના ૧૬માં વચનમાં લખ્યું છે કે, “વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો.”૧૦૯ ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર - એક સમલોથના”, પં. સુખલાલજી, “શ્રીમદ્ રાજચંદ્રનાં
વિચાર ”, ૫, ૧૬૭. ૧૦૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૩૬, આંક ૧૯. શ્રી બ્રહ્મચારી ગોવર્ધન
દાસજીએ મહાનીતિ અને વચન સપ્તશતીને જુદાં જણાવ્યાં છે. અને વચન સપ્તશતીને તેમણે લખેલી “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં અપ્રાપ્ય ગણવેલ છે. જુઓ. પૃ. ૮૮, પણ શ્રીમદ્દે લખેલાં ઉપરનાં વચને વાંચતાં ખ્યાલ આવી જાય છે કે
વચન સપ્તશતી અને મહાનીતિનાં સાતસો વાકયો, એ બંને એક જ છે. ૧૦૮. એજન, પૃ. ૧૬૬, આંક ૨૭. ૧૦૯. એજન, પૃ. ૧૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org