________________
૫ આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૫૯ ભાષા સરળ છે, તેમાં મૂળને ભાવાર્થ સારી રીતે જળવાયેલો જોવા મળે છે. એ રીતે એ પ્રયત્ન સ્તુત્ય છે. તે અનુવાદનું ઉદાહરણ જુઓ: ૧૧૫મા દોહરાને અનુવાદ પંડિત બેચરદાસજીએ નીચે પ્રમાણે કર્યો છે –
" देहाध्यासो यदि नश्येत् त्वं कर्ता न हि कर्मणाम् ।
न हि भोक्ता च तेषां त्वं धर्मस्यैतद् गूढं मतम् ॥ १८ એમણે ૪૪ મી ગાથાનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે –
"पदस्थानीयं समासन दर्शनानि पहुच्यते ।
प्रोक्ता सा झानिभितु परं तत्त्वं धरास्पृशाम् ॥ "२० “આત્મસિદ્ધિશાસ્ત્ર” “અજ્ઞાત' લેખકે મરાઠી પદ્યમાં અનુવાદ કર્યો છે. એની સાથે એણે શ્રીમદ્દનું ટૂંકું જીવનચરિત્ર આપ્યું છે અને કેટલાક પારિભાષિક શબ્દ, જેવા કે શુષ્કજ્ઞાની, કિયાડ, પરમથુત, સ્વછંદ, મોક્ષ, સમ્યકત્વ, વગેરેની સમજૂતી પણ આપી છે; ઉપરાંત કેટલીક કડીઓને મરાઠીમાં વિશેષાર્થ પણ આપ્યો છેઅને સાથે સાથે મૂળ ગુજરાતી ગાથાઓ પણ એ પુસ્તિકામાં અન્ય અનુવાદોની માફક આપી છે. ઈ. સ. ૧૯૨૭માં આ અનુવાદ પ્રગટ થયા પછી તેને અભ્યાસ થતો રહ્યો છે. આ અનુવાદની કક્ષા મૂળ જેવી તે નથી જ, તેમ છતાં સામાન્ય રીતે સારે કહી શકાય તે આ અનુવાદ છે. જુઓ આ ગ્રંથની ૧૧૫ મી અને ૪૪ મી ગાથાને અનુક્રમે અનુવાદ –
" देहाथ्यास सुटे जरि, नगसी कर्ता न तूं तसे कर्म । મોજાં ને તેવું સ્થાન ધ ગાળ દે મેં મર્મ | ”૨ ૧ ઘટ્રસ્થાન સંક્ષેપે, થિરી નેંર ત ગાથા
परमार्था समजाया कथिली कविनींहि येथ लेकांना ॥"२२ આમ આપણને “આત્મસિદ્ધિ”ના ગુજરાતી ગદ્યમાં, સંસ્કૃત પદ્યમાં, હિંદી ગદ્યમાં, અંગ્રેજી ગદ્ય અને પદ્યમાં, તથા મરાઠી પદ્યમાં, અનુવાદો મળે છે. પણ ખરી ખૂબી તે શ્રીમદ્દ રચિત મૂળ ગુજરાતી “આત્મસિદ્ધિ”માં જ છે, તે વિશે સર્વ વિદ્વાન સંમત છે. પણ જે લોકો ગુજરાતી ભાષા સારી રીતે ન જાણતા હોય, તેમને ઉપરની કોઈ પણ ભાષામાં “આત્મસિદ્ધિ ”નો આસ્વાદ લેવો હોય તે શક્ય બને છે, તે જ તેની સાચી કિંમત છે.
આત્મસિદ્ધિશાસ્ત્રમાં વસ્તુનિરૂપણશૈલી
આ શાસ્ત્રમાં આત્મા સિદ્ધ કઈ રીતે થાય તે શ્રીમદે આત્માનાં છ પદ સમજાવીને બતાવ્યું છે. આ આખી રચના શ્રીમદ્ દોહરામાં કરી છે. શરૂઆતમાં મંગલાચરણ કર્યા
96. “ The Alma-Siddhi of Shreemad Rajchandra", Page 91. ૨૦. એજન, પૃ. ૫૩. ૨૧. “આત્મસિદ્ધિ ” – મરાઠી, પૃ. ૧૪. ૨૨ એજન, પૃ. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org