________________
છે. પ્રકીર્ણ પદ્યરચનાઓ
૩૯૧ ધન્ય રે દિવસ આ અહો! 2૧ ૭
શ્રીમદની અંગત સ્થિતિને વિશેષ સ્પષ્ટતાથી સૂચવતું આ નાનું કાવ્ય તેમની હાથનેધમાં મળે છે. એને તેમાં આપેલા પ્રસંગોના નિદેશ અનુસાર તે લગભગ વિ. સં. ૧૯૫ર પછી લખાયું હોય તેવું અનુમાન થઈ શકે છે.
આઠ કડીના આ કાવ્યમાં તેમણે પિતાને થયેલા અનુભવની સાલ જણાવી છે, અને તે શુભ અનુભવથી પોતાને પ્રાપ્ત થયેલી ધન્યતા ગાઈ છે –
“ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે;” પૂવે નહોતી મળી તેવી શાંતિ જે દિવસે મળી, તે દિવસને તેમણે ધન્ય કહ્યો છે. આવા ધન્ય દિવસ ક્યા, તે તેમણે પછીની કડીઓમાં જણાવ્યું છે –
એગણુસસે ને એકત્રીસે, આવ્યા અપૂર્વ અનુસાર રે,
ઓગણીસસે ને બેતાલીસ, અદ્દભુત વૈરાગ્ય ધાર રે.” ધન્ય વિ. સં. ૧૯૩૧માં એટલે કે સાત વર્ષની વયે તેમને “અપૂર્વ અનુસાર આવ્યો, તે સમયે પૂર્વે નહીં અનુભવેલ એવો કઈ અનુભવ થશે. આપણે જાણીએ છીએ કે એ વયે તેમને જાતિસ્મરણશાનની શરૂઆત થઈ હતી. કદાચ તે સંદર્ભમાં આ જણાવ્યું હોય તે બને. અને તે પછી વિ. સં. ૧૯૪૨ માં અદ્દભુત વૈરાગ્યની ધારા પ્રગટી. તેમને તે અરસામાં ઘણે વૈરાગ્ય પ્રવર્તતે હતે. “ગવાસિષ્ઠ”ના “વૈરાગ્ય પ્રકરણ”માં શ્રી રામને પ્રગટેલા વૈરાગ્યનું વર્ણન છે, તે પ્રકારને વૈરાગ્ય તેમને વર્તતે હતે. અને આ સમય દરમ્યાન “ભાવનાબેધ"ની રચના થઈ હોવાથી તેમાં તે વૈરાગ્યની છાપ આપણને જોવા મળે છે. પછી વિ. સં. ૧૯૪૭માં તેમને પ્રગટેલા શુદ્ધ સમક્તિ વિશે લખ્યું છે કે –
ઓગણીસ ને સુડતાલીસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્ય રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.” ધન્ય શુદ્ધ અનુભવસ્વરૂપ સમકિત વિ. સં. ૧૯૪૭માં પ્રગટયા પછી શ્રુતજ્ઞાન અને અનુભવદશા નિરંતર વધતાં ચાલ્યાં, જેથી આત્મસ્વરૂપને સાક્ષાત્કાર વૃદ્ધિગત થતો ગયે. આ જ્ઞાન વિશે વિ. સં. ૧૯૪૭માં શ્રીમદ્દ શ્રી ભાગભાઈને લખે છે કે –
આત્મા જ્ઞાન પાઓ એ તે નિઃસંશય છે, ગ્રંથિભેદ થયે તે ત્રણે કાળમાં સત્ય વાત છે.”૧૮
આમ તેમણે વર્ણવેલા પ્રસંગે વિશેને નિર્દેશ આપણને તેમના બીજા સાહિત્યમાંથી પણ મળે છે. વિ. સં. ૧૯૪૭ પછીની સ્થિતિ બતાવતાં લખ્યું છે કે –
૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૦૧. ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org