________________
૧૮૮
શ્રીમની જીવનસિદ્ધિ નવકાર મંત્ર” જે કઈ સમર્થ મંત્ર નથી, તે વિશે અહીં જણાવી, તેને જાપ ભક્તિમાં કરવાનું શ્રીમદ્દે જણાવ્યું છે. ભાવિક જનેને ભાવ ઉલસે તેવું સરળ ભાષામાં લખાયેલું આ ભાવવાહી પદ્ય છે. ફક્ત દસ પંક્તિમાં જ સમાઈ જતું આ તેટક છંદમાં રચાયેલું પદ્ય મેક્ષમાને ચીંધવામાં સહાયકારી બને તેવું છે. મોક્ષ મેળવવામાં ભક્તિમાર્ગને શ્રેષ્ઠ માર્ગ ગણતા શ્રીમદ્દ ભક્તિ વિશે કેટલો ઊંચો ખ્યાલ હતો તેને પરિચય આપણને આ કાવ્યમાં થાય છે.
પંચમહાવ્રતમાંના ચોથા મહાવ્રત “બ્રહ્મચર્ય અને મહિમા બતાવતું સાત દોહરામાં રચાયેલું બ્રહ્મચર્ય વિશે સુભાષિત” ૩૪મા પાઠમાં મુકાયેલ છે. સંસારની વૃદ્ધિમાં વિષય” એ મુખ્ય છે તે બતાવતાં તેમણે લખ્યું છે કે –
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ
એ ત્યાગી ત્યાધ્યું બધું, કેવળ શેકસ્વરૂપ.” બ્રહ્મચર્યનો મહિમા બતાવતા આ દેહરાઓ સુભાષિતના પ્રકારના છે. તેમાંના કે પણ દોહરે છૂટે વાંચતાં પૂર્ણ રૂપે લાગે છે. અને સાથે વાંચીએ તે એકબીજાથી સ્વતંત્રતા સમજવા છતાં, તે બધાને સાંધતે સૂક્ષમ તાર પણ અનુભવાય છે. એ રીતે જોઈએ તે દેહરાને શ્રીમદ્ ચાગ્ય રીતે જ “સુભાષિત” કહ્યાં છે. તેને કોઈ પણ દોહરે વાંચતાં તે લોકદુહાની છાપ પાડે છે.
સુંદર શિયળ, સુરતરુ, મન, વાણું ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ તે લેહ.” અથવા વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન,
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” આમ બ્રહ્મચર્ય વિશે રચાયેલા સાતમાંથી કોઈ પણ દુહો સ્વતંત્ર સુભાષિત તરીકે ઊભા રહેવાની ક્ષમતા ધરાવે છે, તે શ્રીમદની રચનાશક્તિને આપણને પરિચય કરાવે છે.
શ્રાવક તરીકે કેવા મનેરથો હોવા જોઈએ તે શ્રીમકે “સામાન્ય મનોરથ” નામના ૪પમાં પાઠમાં સવૈયા છંદમાં બતાવ્યું છે. નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન” જેવાં લક્ષણો શ્રાવકનાં પણ બતાવ્યાં છે. પણ અહીં આ લક્ષણે ધર્મની દષ્ટિએ વિશેષ બતાવાયાં છે. અહી શ્રાવકનાં બાર વ્રત પાળવાનો, જિનકથનમાં કદી શંતિ ન થવાને, નવ તત્વની સદાય વિચારણા કરતા રહેવાને વગેરે મનોરથો, પરસ્ત્રીત્યાગ, પરધનત્યાગ આદિ સામાન્ય સારાં જનનાં લક્ષણે સાથે લેવાયાં છે. માત્ર આઠ જ પતિના આ પદ્યમાં તે મનોરથ સેવતાં શ્રીમદ્દ લખે છે કે –
સદા સમા” એમ પણ બોલાય છે. તેમાં શ્રીમદ્દે આપેલો “સહજાત્મ સ્વરૂપ પરમગુર” એ મંત્રનું સ્મરણ કરવાને તથા “સહજત્મ સ્વરૂપ” એટલે પોતાના આત્મસ્વરૂપના ચિંતન પ્રતિ લક્ષ દરવાને ઉદ્દેશ રહેલો જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org