________________
૫. શ્રીમદ્ના ઉપદેશની લેવાયેલી ને ધા
પરપ
વધુ સારી રીતે સચવાયેલ હશે. અહીં આપવામાં આવેલાં ઘણાંખરાં દૃષ્ટાંતો શાસ્ત્રોક્ત અને અબુધ જીવાને ઉપકારક થાય તેવાં છે.
આ વિભાગમાં જ્ઞાનીની દશા કેવી હોય તેનું વર્ણન પણ આવે છે, તેને કેવા કેવા સંજોગામાં હર્ષ કે શાક થતા નથી, અને સમભાવ હોય છે, તે પણ જણાવવામાં આવ્યું છે. દુરાગ્રહ ન હાય, આચાર શુદ્ધ હાય, ભૌતિક સુખના મેહ ન હાય વગેરે બાબતા જ્ઞાનીની સ્થિતિ ખતાવે છે. એ પછી વસ્તુઓ પર કયા પ્રકારે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયા વશ થાય છે તે વિશે તેમણે જણાવ્યુ` છે. વૃત્તિઓના ક્ષય કરવાથી કલ્યાણ થાય. વૃત્તિને ક્ષય કરવાનું કારણ બતાવતાં તેઓ જણાવે છે કે ઉપશમ રહેલી વૃત્તિઓ ઉદયમાં આવી જીવનું પતન નાતરું છે, એ જ કારણે ૧૧ મે ગુણસ્થાનેથી જીવ લથડે છે, પણ વૃત્તિના ક્ષય કર્યા હાય તા તે ઉદયમાં આવી શકતી નથી. વળી, વૃત્તિ જીવને કેવી રીતે છેતરે છે તે પણ અહીં વિસ્તારથી સમજાવ્યુ છે. આમ ઇન્દ્રિય વશ કઈ રીતે થાય તેના ઉત્તરમાં તે વશ થવાના ઉપાય, કયા સર્જાગામાં તે વશ ન થાય, જીવ ઊંચે ચડયા પછી શા માટે નીચા પડે છે વગેરે વિશે પણ જણાવ્યું છે. આમ અહીં આપણને ખ્યાલ આવે છે કે તેઓ એકસાથે ચારે બાજુના વિચાર કરીને શ્રોતાને બધુ... જણાવી દે છે, જેથી તેને એક વખત સમજાવ્યા પછી તે વિશે મુશ્કેલી રહે નહિ.
“ ઉપદેશછાયા ''માં તેઓ સદ્ગુરુનુ` માહાત્મ્ય બતાવતાં કહે છે કેઃ—
-
''
સદ્ગુરુ, સદૈવ, કેવળીના પ્રરૂપેલા ધમ તેને સમ્યક્ત્વ કહ્યું, પણ સદૈવ અને કુંવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા. ’૩૩
આ વચન વિશે ટીકા કરતાં સુનિ શ્રી હર્ષચંદ્રજીએ લખ્યું છે કે ~~
“ તેÀા સદંવ ને કેવળી બંનેને સદ્ગુરુમાં સમાવી દે છે. જોકે ત્રણ તત્ત્વન તેઓ પ્રથમ ભિન્ન સમજાવે છે, પણ પછી સદ્ગુરુમાં કેવળી ને સદૈવ એમ એ સમાઈ જાય છે એમ કહે છે અને સદ્ગુરુના મહિમા બહુ વધારે છે. દેવ ને કેવળી તે પણ સદ્દગુરુ સમજે. સદ્ગુરુ કરતાં કોઈ અધિક નથી, ને તે સદ્ગુરુ વર્તમાનકાળમાં આખા ભરતક્ષેત્રમાં જે કાઈ હાય તા તે એક જ પાતે છે? એટલે સદ્ગુરુ થઈને દેવ ન કેવળીના અધિકાર પણ પાતે ખેંચી લે છે ! ’૩૪
મુનિ શ્રી હર્ષચંદ્રજીનાં આ વચના વાંચીએ છીએ ત્યારે તેમણે તે વચના પૂર્વગ્રહથી લખ્યાં હાય એવું લાગ્યા વિના રહેતુ નથી.
કેવળી ને સદૈવ સગુરુમાં સમાઈ ગયા, તે લખ્યું છે તે સાચું, પણ તે કઈ અપેક્ષાએ શ્રીમદ્દે લખ્યું છે તે વિચારવું જોઈએ. સદ્દગુરુની ઓળખાણ વિના સદૈવ કે કુંવળીની
66
33. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૬૯.
૩૪.
“ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ '', આવૃત્તિ, ૨, પૃ. ૧૩૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org