________________
૩૮
શ્રીમની જીવનસિદ્ધિ વચનવાળું અને હૃદયમાં વસી જાય તેવા વિકવિચારવાળું છે. આ બંને ગ્રંથ શ્રીમદના ઊંડા વૈરાગ્યની પ્રતીતિ કરાવે છે.
આ બે ગદ્ય-પુસ્તક ઉપરાંત મુનિસમાગમ” નામને લેખ, “જીવાજીવ વિભક્તિ” નામને ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનનો અનુવાદ, “જીવતત્ત્વસંબંધી વિચાર” નામે નવતત્ત્વપ્રકરણની એક ગાથાનું વિવરણુ, “સ્વદયજ્ઞાન” પરની ટીકા વગેરે તેમણે વીસ વર્ષની વય પહેલાં કરેલું લખાણ અપૂર્ણ મળે છે. આ લખાણમાં તેમનું ગદ્ય પરનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. અનુવાદમાં મૂળ જેટલી વિશદતા છે, ટીકામાં પક્ષપાતરહિતપણું છે. ઉપરાંત, તે બધાંમાં ભાષાની સરળતા પણ છે. તેમના લખાણમાં આવા અનેક ગુણ હોવા છતાં તેમણે તે બધું લખાણ અપૂર્ણ શા માટે રાખ્યું હશે તે સમજવું મુશકેલ છે. આ બધું લખાણ અપૂણ હોવાને લીધે તેમના સમયમાં પ્રકાશિત થયું નહોતું તેથી શ્રીમદને લાકે ગદ્યકાર તરીકે ન ઓળખી શકે તે સ્વાભાવિક છે. તેમના ગદ્યલખાણમાં માત્ર “ભાવનાબેધ” અને “મોક્ષમાળા” એ બે જ રચનાઓ પ્રગટ થઈ હતી. અને તેના પ્રમાણમાં પદ્યસાહિત્ય વધારે પ્રસિદ્ધ થયું હતું. તેથી અગાઉ જણાવ્યા પ્રમાણે, લોકોમાં તેમની કવિ તરીકેની છાપ વિશેષ પડી હતી.
વીસ વર્ષની વય સુધી “પ્રગવીર” લાગતા શ્રીમદ્દ પછીથી ધીરગંભીર તત્વચિંતક બની જાય છે. તેમના લખાણમાં માત્ર આત્મહિતની જ દૃષ્ટિ જોવા મળે છે. અને વીસ વર્ષ પહેલાંના સાહિત્યમાં જે વાર્તા, કથા, દષ્ટાંત વગેરે દષ્ટિગોચર થાય છે, તે વિસ વર્ષ પછીનાં લખાણુમાંથી અદશ્ય થાય છે. વીસ વર્ષની વય પછીથી થયેલું કેઈ પણ લખાણ તેમની હયાતી સુધી પ્રસિદ્ધિમાં આવ્યું ન હતું, તેથી શ્રીમદ્દ માત્ર તેમનાં પરિચત વર્તુળમાં જ જાણતા રહ્યા હતા. પણ તે લખાણની પ્રસિદ્ધિ થતાં લોકોને શ્રીમદ્દો વધારે અને સાચો પરિચય થો. આ લખાણને માટે ભાગ પ્રાપ્ત થાય છે. તેમાં પત્રો, અનુવાદો, લેખે, પદ્યો તથા આત્મસિદ્ધિઓ જેવી સળંગ લાંબી પદ્યરચનાઓને પણ સમાવેશ થાય છે.
વીસ વર્ષની વય પછીના શ્રીમદના લખાણમાં સૌથી મોટે ભાગે તેમના દ્વારા મુમુક્ષુઓને લખાયેલા પત્રો છે. આ પત્ર તેમના સમાગમમાં આવનાર તથા તેમના સમાગમના ઇચ્છુક એવા શ્રી ભાગભાઈ, શ્રી લલ્લુજી મહારાજ, શ્રી અંબાલાલભાઈ, શ્રી જૂઠાભાઈ, પૂ. ગાંધીજી, શ્રી ત્રિભોવનભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી મનસુખરામ સૂર્યરામ આદિ અનેક મુમુક્ષુઓને લખાયેલા છે. આવા પ્રસિદ્ધ થયેલા લગભગ ૮૦૦ પત્રોમાંના કેટલાકમાં શ્રીમદની આંતરિક પરિસ્થતિ, કેટલાકમાં જ્ઞાનીના આચરણની વાતે, આત્માના ગુણે, પ્રશ્નોના ઉત્તર, મુકેલીના સમયે જીવનું કર્તવ્ય, સદગુરુનું માહાતમ્ય, ભક્તિની આવશ્યક્તા વગેરે બાબતે નિરૂપી છે. આ પત્રો પરથી શ્રીમદ્દના તે તે વ્યક્તિઓની સાથેના સંબંધને પણ
ખ્યાલ આપણને આવે છે. વળી, શ્રીમદ્રને મન તે તે વ્યક્તિઓ કઈ કઈ કક્ષાની હતી તે પણ તે પત્રોનાં લખાણ, તેમાં થયેલ વિવિધ સંબંધને તથા તેના અંતમાં શ્રીમદે કરેલા વિવિધ પ્રકારના દસ્તક પરથી આપણને જાણવા મળે છે. આ બધાં ઉપરાંત આ પત્રોમાંથી સૌથી અગત્યની બાબત જાણવા મળે છે તે શ્રીમદનો આત્મિક વિકાસ–તેમની વીસ વર્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org