________________
શ્રીમદ્દની જીવનસિદ્ધિ પુરુષ થઈ ગયા છે ભોજો ભગત, નિરાંત કેળી ઇત્યાદિક પુરુષ ભેગી (પરમ યોગ્યતાવાળા) હતા.૫૭
છોટમ જ્ઞાની પુરુષ હતા, પદની રચના બહુ શ્રેષ્ઠ છે.”૫૮ નરસિંહ, દયારામ, પ્રીતમ, મુક્તાનંદ, કબીર, અખાજી, મનહરદાસ, નિષ્કુલાનંદ આદિ અનેક ભક્તકવિઓની રચનાઓમાંથી શ્રીમદે અવતરણે પણ લીધાં છે. તે બધાં પ્રતિ તેમની ભક્તિને લીધે શ્રીમદ્દને પ્રતિભાવ પણ હતે. જુઓ
એઓ સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણુ પુરુષનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષ પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીનાં ચરણને નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે.”૫૯
આમ શ્રીમદનું શાસ્ત્રજ્ઞાન એક સંપ્રદાય કે એક ભાષામાં સીમિત ન હતું, પણ અનેક સંપ્રદાય, ધર્મના ગ્રંથનું વિશાળ પ્રમાણમાં તેમણે વાંચન કર્યું હતું એટલું જ નહિ પણ તેને પચાવ્યું પણ હતું, તે ઉપરના ઉલ્લેખે જોતાં જણાશે. વળી તેમનું જ્ઞાન ઉપર ઉલ્લેખાયેલા ગ્રંથમાં જ નહોતું વિરામ પામી જતું, તે કરતાં તે તેમણે ઘણું વિશેષ વાંચ્યું હતું. આ તો પ્રસંગ પડતાં ઉપર જણાવેલા ગ્રંથ, કવિઓ આદિના અભ્યાસને ઉલ્લેખ તેમણે કર્યો છે, પરંતુ વાસ્તવમાં તે તેમણે તેથી ઘણું વિશેષ ગ્રહણ કર્યું હતું. તેમના આત્માની નિર્મળતા એટલી બધી હતી કે પોતે ન વાંચ્યાં હોય તેવાં શાસ્ત્રોનું જ્ઞાન પણ ઘણી વખત આપોઆપ થતું હતું. વળી, શાસ્ત્રવાચનમાં પાનાં ફેરવવા જેટલો અ૮૫ સમય લાગતો, અને છતાં તે બધાંમાં તેમનો ઉપયોગ ફરી વળતા. તેમનામાં રહેલી એ આંતરિક શક્તિના કારણે જ શ્રીમદ્દ આટલું વિશાળ જ્ઞાન મેળવી શક્યા હતા. તેમની એ શક્તિને પરિચય કરાવતાં નીચેનાં વચને જુઓ.
“ અનહદ વિનિમાં મણું નથી.”૬૦
“ કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહિ, સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે.”૬ ૧
અદૂભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ.”૬૨ ૫૭. એજન, પૃ. ૨૫૭. ૫૮. એજન, પૃ. ૨૮ ૭. ૫૯. એજન, પૃ. ૨૫૭. ૬૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૪૫. ૬૧. એજન, પૃ. ૨૫૦. ૬૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org