________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે
૫૨૩ વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ઢુંઢિયા શું? તપ શું? મૂર્તિ માને નહિ ને મુમતિ બાંધે તે હૂંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપાએમ તે કાંઈ ધર્મ હાય! એ તે લેતું પતે તરે નહિ, અને બીજાને તારે નહિ તેમ. વીતરાગને માર્ગ અનાદિને છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાન કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહિ, એમ કલ્યાણ હોય નહિ ઢુંઢિયાપણું કે તપાપણું માર્યું તે કષાય ચઢેમુમતિ આદિને આગ્રહ મૂકી દે.”૩૨
આમ મતમતાંતરથી દૂર રહેવા જણાવી તેઓ પુરુષની આજ્ઞા સાચી રીતે પાળવા ઉપદેશે છે. સદાચરણ પણ જ્ઞાનીની આજ્ઞાએ પાળવું, તેમાં સ્વછંદ, અભિમાન, બીજાને જણાવવાની વૃત્તિ આદિનો લેપ હોવું જોઈએ. નહિતર તેનું ફળ આત્માથે મળતું નથી. આ બધું જણાવવા સાથે “ઉપદેશછાયામાં સમકિતના મહિમા, સદ્દગુરુનાં લક્ષણ, અધમ પુરુષનાં લક્ષણ, આત્માનું સ્વરૂપ, સાચું જ્ઞાન, મુનિને આચાર, પંચમહાવ્રત-મહિમા, જીવના દાવ કઈ રીતે દૂર થાય, સાચે તરવાને કામી કેરું, કષાય કઈ રીતે મેળા પડે, સત્સંગ, આદિ અનેક વિષય પરત્વે સમજણ અપાઈ છે. અલબત્ત, તે બધાંની ગોઠવણી વ્યવસ્થિત નથી, કારણ કે આ લખાણ વ્યવસ્થિત વિચારણાથી થયેલું નથી, પણ વાતચીત દરમ્યાન કે પ્રશ્નોત્તરી દરમિયાન જે જે મુદ્દાઓની વિચારણા થઈ હોય તેનું સંકલન છે. એટલે એમાં આપણે વ્યવસ્થાની અપેક્ષા રાખી ન શકીએ. - હવે અહી આપેલ પ્રત્યેક વિભાગ શ્રીમદ્દની વિચારણાની દષ્ટિએ જોઈએ. પહેલે વિભાગ શ્રાવણ વદ બીજના રોજ કાવિઠામાં આપેલા ઉપદેશનો છે. આ વિભાગ ઘણો નાનો છે. તેમાં મુનિને અસંગ દશા સૌથી શ્રેયકારી છે તે વિશે મહાવીર પ્રભુના દૃષ્ટાંત દ્વારા ભારપૂર્વક જણાવ્યું છે. મુનિ સંગ દશા રાખે તો ક્યારેક મેહનીયના ઉદયથી પતનને ભય આવે. આથી મુનિએ ઠીક-અકીકના વિકલ્પમાં પડ્યા સિવાય અસંગપણે વિચારવું જોઈએ તેમ જણાવ્યું છે. શ્રીમદ્દ પોતે તે વખતે ઝાઝા સમૂહમાં આવવા ઈચ્છતા ન હતા, તેથી લોકોને પિતાના આવ્યાની જાણ કરવાની બધાને ના કહેતા. તેમ છતાં લેકેને જ કહીને સત્સંગ માટે મુમુક્ષુઓએ સદ્દગુરુ પાસે આવે એ વાતની એમણે સાફ ના કહી હતી તે વિશેની આ વિભાગમાં તેમણે કરેલી સ્પષ્ટતા અને લોકોને એ બાબતમાં કઈ રીતે સમજાવવા તે વિશે તેમણે આપેલી સમજ તે તેમની સત્યપ્રિયતા તથા સૂક્ષમ વિચારકની શક્તિ દર્શાવે છે.
બીજા વિભાગમાં, શ્રાવણ વદ ત્રીજના ઉપદેશમાં કેવળી પ્રરૂપિત સિદ્ધાંત સ્વઉપયોગ વખતે રચાયા હતા કે પરઉપયોગ વખતે, તે સિદ્ધાંતને બાંધે ક્યા પ્રકાર છે, તેમાં હાલ જે ભેદ દેખાય છે તે શાને આભારી છે, ગુરુ આજ્ઞાએ પ્રવર્તતા અને ન પ્રવર્તતા જીવ વચ્ચે શો ભેદ પડે છે વગેરે વિશેની વિચારણા થયેલી છે. આ બધી વિચારણા તેઓશ્રીએ કે ઈ મુમુક્ષુના “કેવળી સિદ્ધાંત પ્રરૂપે તે સ્વઉપગ કે પરઉપગ ?” એ પ્રશ્નના ઉત્તરમાં જણાવી હતી. કેવળીને ઉપદેશ આપતી વખતે રતિ, અરતિ, હર્ષ, અહંકાર
૩૨. “શ્રીમદ્ રાજચંદ્ર, અગાસ આવૃત્તિ પૃ. ૭૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org