________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
વખતના વર્તન, સહનશીલતા સદગુરુની અનન્ય દઢ ભક્તિનો એક આશ્રય ટકાવી રાખવાનો સિંહ રવભાવ જે શ્રી લઘુરાજજી સ્વામીમાં હતો તે આ પત્રોના ઉતારામાં દૃષ્ટિગોચર થતો નથી.” આ પરથી શ્રી લલ્લુજી મહારાજે કેટલી સહનશીલતા રાખી હશે તેને કંઈક અંદાજ આવશે.
શ્રીમદના અવસાનથી શરૂ કરી શ્રી લલ્લુજી સ્વામીના નડિયાદના નિવાસકાળના સમય સુધી મુમુક્ષુમંડળની બાહ્ય ધર્મ પ્રવૃત્તિ વ્યવસ્થિત રહી. તે પછી તેમાં અંદરોઅંદર પિતાની બાબતમાં ફાટફૂટ પડી. શ્રી લલ્લુજી મુનિ બંને પક્ષોને એક કરવા ઈચ્છતા હતા; પણ તે પક્ષપ્રેમીથી ન સહેવાયું તે એટલે સુધી કે કેટલાકે તે શ્રી લલ્લુજી મુનિને એમ પણ સ્પષ્ટ જણાવી દીધું કે તમે ગમે તે એક પક્ષમાં રહો, નહિ તે નિરાધાર બનવું પડશે. પક્ષની આ પ્રમાણેની તીવ્ર લાગણી જાણ્યા પછી શ્રી લલ્લુજી મુનિ તે પક્ષને છેડીને સ્વતંત્ર રીતે નડિયાદમાં રહેવા લાગ્યા. પરિણામે તે પક્ષે મુનિ નિંદાનું કામ હાથ ધર્યું. લોકમાં શ્રી લલુછ મુનિનો આદર ઓછો કરાવવાની પ્રવૃત્તિએ મુખ્ય સ્થાન લીધું. પરિણામે ચરોતરમાં, જ્યાં શ્રીમદને માનનાર મુમુક્ષવર્ગ હતો ત્યાં, શ્રી લલુછ મુનિને રહેવું પણ અશકય થઈ પડયું !
આથી વિ. સં. ૧૯૭૨ના કારતક વદમાં તેઓ કાણિસા ગામ આવ્યા. ત્યાં ગામ બહાર જંગલમાં કામનાથ મહાદેવના એકાંત સ્થાનમાં મુનિશ્રી રત્નરાજજી સાથે રહેવાને તેમણે વિચાર કર્યો. ત્યાંના લોકેએ શ્રી લલુછ મુનિ માટે જુદી સ્વતંત્ર રડી પણ બંધાવી આપી. વળી, મુનિને તકલીફ ન પડે તેને ખ્યાલ ત્યાંના સાધારણ સ્થિતિના ભાઈ રણછોડભાઈ રાખતા હતા. પણ પિતાના નિમિત્તે તેમના એકના ઉપર જ બધે બોજો ન પડે તે ઈરાદાથી શ્રી લલ્લુજી મુનિએ જંગલમાં ચાલ્યા જવાનું નકકી કર્યું અને જૂનાગઢ તરફ વિહાર કરી, વિ. સં. ૧૯૭૨નું ચોમાસુ જૂનાગઢમાં કર્યું.
તે પછી શ્રીલલુછ મુનિએ બગસરા, તારાપુર, રાજકોટ, સીમરડા, સંદેશર આદિ સ્થળોએ વિહાર કરીને વિ. સં. ૧૯૭૬ સુધીનો સમય પસાર કર્યો. વિ. સં. ૧૯૭૬માં તેમની છત્રછાયા નીચે અગાસ સ્ટેશન પાસે એક આશ્રમની સ્થાપના થઈ. શરૂઆતમાં આ આશ્રમનું નામ તેમના નામે “શ્રી લઘુરાજ આશ્રમ” રાખેલું. તેઓ તેમના નમ્રતાના ગુણને લીધે, તથા પોતાની નાના રહેવાની માન્યતાને લીધે, લઘુરાજ તરીકે પણ જાણીતા હતા. આશ્રમ સાથે પોતાનું નામ જોડવામાં આવે એમ તેઓ મુદ્દલ ઈચ્છતા ન હતા, એટલું જ નહીં, આશ્રમમાં પોતાનું ચિત્રપટ રહે, એ પણ એમને પસંદ ન હતું. તેઓ આટલા બધા વિનમ્ર અને કીતિના અનાકાંક્ષી હતા. તેથી તેમણે જ સૂચવ્યું કે શ્રીમદ રાજચંદ્રથી લોકસમુદાયનું કલ્યાણ થયેલ છે, અને તેને બદલો તો કોઈ રીતે વળી શકે તેમ નથી, માટે આ આશ્રમનું નામ તેમના મરણરૂપે રાખવું. ત્યારથી એ આશ્રમનું નામ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” રાખવામાં આવ્યું.
તે પછીનાં વિ. સં. ૧૯૭૭ – ૭૮-૭૯ એ ત્રણે ચોમાસાં તેમણે આશ્રમમાં કર્યા, ઉપદેશ આપતી વખતે શ્રી લલ્લુજી મુનિ નાના, મોટા, રાય, રંક, સ્ત્રી, પુરુષ સર્વને તેમના 1 ક. વિ. સં. ૧૯૭૧ને પત્ર, “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, ૫. પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org