________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ
શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં આજે લગભગ ૧૨૭ જેટલા પત્ર અંબાલાલભાઈ પર લખાયેલા જોવા મળે છે. તેમાં શ્રીમદ્દની તેમના પ્રતિની શ્રદ્ધા, તેમને કરેલું માર્ગદર્શન, સૂત્રગ્રંથોના પાઠેની સમજણ, અન્ય ગ્રંથનાં અવતરણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પત્રમાંના ઘણાખરા પત્રો પ્રમાણમાં ટૂંકા છે. પણ પંદર-વીસ જેટલા પત્રો સુદીર્ઘ કહી શકાય તેવા છે, જેમાં તેમણે ગંભીર વિષયની સમજાવટ કરી છે. અથવા તે કોઈ પ્રશ્નનું નિરાકરણ કર્યું છે, અથવા તો બીજા કેઈ નિમિત્તથી લંબાણ કર્યું છે. બાકીના પત્રમાં ચાર વાક્યથી ચાલે તો પાંચ વાક્યો ન લખવાં એવું શ્રીમદ્દનું વલણ દેખાય છે. તેમ છતાં તેમણે કહેવાનું અપૂર્ણ રહી જતું હોય, વક્તવ્ય સ્પષ્ટ થતું ન હોય, એવું ક્યારેય બનતું હોય તેમ લાગતું નથી.
શ્રીમદે જણાવેલાં સૂત્રોની પ્રતેની નકલ, તેમનાં વચનોની નક્લ કે તેનો સંગ્રહ વગેરે અંબાલાલભાઈ તેમની સૂચના અનુસાર કરતા. અને જ્યારે નકલ કરતી વખતે કઈ પાઠની અચોકસાઈ લાગે કે અર્થની અસ્પષ્ટતા લાગે ત્યારે તે બાબત તેઓ શ્રીમશ્ન પુછાવી જેતા. શ્રીમદ્દ તેનું યોગ્ય ખુલાસા સાથે સમાધાન કરતા. આવું સમાધાન કે કઈ જાતને અન્ય ખુલાસો જણાવતા કેટલાક પત્રો મળે છે. તેમાં “ભગવતીસૂત્ર”, “આચારાંગસૂત્ર”, “ઠાણાંગસૂત્ર”, “સમયસાર” વગેરેના પાઠો, આશયોની કેટલીક સમજણ પણ આપેલી છે.૩૯
એ પરથી ખ્યાલ આવે છે કે શ્રીમદને આવાં સૂત્રનું વાંચન તથા મનને સતત રહેતું હશે.
સન સૂત્રો ઉપરાંત બીજા અનેક ગ્રંથોનું વિશાળ વાંચન પણ શ્રીમદે કર્યું હતું. તેથી અંબાલાલભાઈની ગ્યતા વધે તેવા ગ્રંથો વાંચવા તેઓ ભલામણ કરતા; જેમાં મુખ્યત્વે પ્રબોધશતક, વિચારસાગર, શિક્ષાપત્ર, યોગવાશિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ, સુંદરદાસજીના ગ્રંથ, આત્મસિદ્ધિ, પંચાસ્તિકાય, મોક્ષમાર્ગ પ્રકાશક, પદ્મનંદીશાસ્ત્ર, સ્વામી કાતિ કેયાનુપ્રેક્ષા, ગમ્મતસાર, કર્મગ્રંથ, સમયસાર, ચેગશાસ્ત્ર વગેરે જૈન તેમજ જનેતર ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથ કઈ દૃષ્ટિએ અને ક્યારે વાંચવા તે વિષે પણ કેટલીક વાર તેઓ ભલામણ કરતા, ઉદાહરણ તરીકે –
શ્રી “પદ્મન દીશાચ”ની એક પ્રત કઈ સારા સાથે યોગે વસે ક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય તેમ કરશે. બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ યોગમાં તે સત્ શાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશે. પ્રવૃત્તિવાળાં દ્રવ્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું ગ્ય નથી.” વગેરે.૪૦
કેટલાંક અવતરણે કબીર, સુંદરદાસ, આનંદઘનજી આદિનાં પદ્યમાંથી અપાયેલાં પણ જોવા મળે છે, તે કેટલાક પત્રોમાં સુવાક્ય તરીકે ઉપગ કરી શકાય તેવાં વચનો કે સપુરુષનું માહાસ્ય બતાવતાં નમસ્કાર-વચને પણ જોવા મળે છે. જેમ કે –
૩૯. જુઓ, “શ્રીમદ્ રાજચંદ્ર”, પત્રાંક ૧૧૫, ૧૧૮, ૧૩૧, વગેરે. ૪૦. “શ્રીમદ રાજચંદ”, અગાસ આવૃત્તિ, આંક ૮૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org