________________
શ્રીમની જીવનસિદ્ધ
“ શ્રીમદના દહેાત્સગ પછી તેનાં વચનાના સંગ્રહ કરવામાં આવ્યા ત્યારે આ વિષયની ૩૬ કે ૫૦ ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહી. રહ્યાથી બાકીની ગુમ થઈ છે, ’૩૨
હાલમાં માત્ર ૮ ગીતિ ઉપલબ્ધ થાય છે.
'
આ કાવ્યમાં સમ્પ્યુટ્રા નજ્ઞાનચારિત્રાળિ મેાક્ષમા : ' એ સૂત્ર અનુસાર, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં કેટલાંક લક્ષણા બતાવી, તે ત્રણે અભેદ પિરણામથી વતે ત્યારે મેાક્ષમા મળે છે, તેનુ નિરૂપણ થયેલું છે. આમ તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો, “ મૂળમાર્ગ-રહસ્ય ’ કરતાં આમાં ખાસ કંઈ વિશેષ મળતું નથી. પણ અપૂર્ણ અવસ્થામાં મળતા આ કાવ્ય વિશે આપણે ઊંડાણથી અભિપ્રાય આપી શકીએ નહિ. આઠ ગીતિમાં વિશેષ ન મળે તે બને, પણ ખાકીની ૨૮ કે ૪૬ ગીતિમાં તા નવ તત્ત્વનું નિરૂપણ હશે એમ આપણે અનુમાન કરી શકીએ. આરંભમાં જ શ્રીમદ્ લખે છે કેઃ—
૩૮
“ પથ પરમપદ મેાધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે, ’
વીતરાગ પ્રભુએ જે પ્રમાણે મેાક્ષમા દર્શાવ્યા છે, તે જ પ્રમાણે તે દર્શાવવાની શ્રીમદ્દની અભિલાષા અહી જોઈ શકાય છે. આરંભમાં વીતરાગ પ્રભુને વંદન કર્યા પછી, શ્રીમદ્ સભ્યજ્ઞાન, દન અને ચારિત્રની એકતાથી માક્ષમાર્ગ પમાય છે તે જણાવ્યું છે. અને એક એક ગીતિમાં સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ત્ચારિત્રનાં લક્ષણ બતાવ્યાં છે. તે ત્રણે અભેદરૂપે વર્તે ત્યારે મેાક્ષ પમાય તે જણાવતાં તેએ લખે છે કે :--
66
ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ”
આ જ વસ્તુ શ્રીમદ્ “ મૂળમાર્ગ-રહસ્ય ”માં આ પ્રમાણે બતાવી છે -----
“ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; ,, તેહ મારગ જિનના પામીએ રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ.
',
આમ અહીં સુધી “ મૂળમાર્ગ-રહસ્ય ” પ્રમાણે જ મેાક્ષમાનું સ્વરૂપ વર્ણવ્યા પછી શ્રીમદ્ નવ તત્ત્વની વિચારણા ઉપર આવે છે. તેમાં નવે તત્ત્વનાં નામેાના ઉલ્લેખ કર્યા છે, અને જીવ તથા અજીવ એ એ તત્ત્વમાં નવે તત્ત્વાના સમાવેશ થાય છે, તેમ કહ્યું છે, ત્યાં આઠમી ગીતિ પૂર્ણ થાય છે. અને એ એ તત્ત્વમાં નવ તત્ત્વ કઈ રીતે સમાય છે તે વિશેનું નિરૂપણુ લુપ્ત થયેલું છે, તેથી આ કાવ્યની વિશેષતા અનુભવી શકાતી નથી.
Jain Education International
જેટલુ
ભાષાની રીતે જોઈ એ તા આ કાવ્યની રચના “ મૂળમાર્ગ ” જેટલી સરળ નથી, તેમ છતાં સામાન્ય રીતે સમજી શકાય તેવી તેા છે જ. આ કાવ્ય “ મૂળમા રહસ્ય ’” ૩૨. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૫૬૦, આંક ૭૨૪,
For Private & Personal Use Only
www.jainelibrary.org