________________
૨. ભાવનાબેધ
જીવને જે સાચા અર્થમાં સુખી થવું હોય તો શું કરવું જોઈએ તે ટૂંકમાં છતાંય સચોટ ભાષામાં પ્રસ્તાવનામાં સમજાવી શ્રીમદે પોતાને કહેવાની વાતની પૂર્વભૂમિકા સુંદર રીતે તૈયાર કરી છે. તેમનું એક પછી એક વાક્ય એટલું સ્વાભાવિક અને તર્કબદ્ધ હોય છે કે તેની સદ્યઃ પ્રતીતિ અને અસર આપણાં ચિત્તને થાય છે.
વૈરાગ્યનું આ પ્રમાણે મહત્ત્વ સમજાવ્યા પછી કર્તાએ પ્રથમ વૈરાગ્યને પોષક એવી બાર ભાવનાને સંક્ષેપમાં પરિચય આપ્યો છે૩ તે પછી ભાવના વિશે તેઓ લખે છે –
“એમ મુતિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દૃઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાએ આ દશનાંતર્ગત વર્ણવીશું, કેટલીક ભાવનાએ કેટલાક વિષયમાં વહેંચી નાખી છે. કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે, તેથી તે વિસ્તારી નથી.”૧૪
આમ “ભાવનાબોધ”ના કર્તા પહેલેથી જ સૂચવે છે કે અમુક ભાવનાઓને વિસ્તાર કરવા તેમણે અહીં ઉચિત માન્ય નથી. વળી, “ભાવનાબાધ”નું અવલોકન કરતાં જાણવા મળે છે કે તેમાં તેમણે પહેલી દસ ભાવનાઓ જ આપી છે; બેધદુલભ અને ધર્મદુર્લભ એ બે ભાવના લીધી નથી. પહેલી છ ભાવનાઓ તેમણે પછીની ભાવનાઓની સરખામણીમાં વિસ્તારથી સમજાવી છે. શરૂઆતમાં તેઓ ભાવનાના ભાવને સ્વરચિત પંક્તિમાં મૂકે છે, પછી તેનો વિશેષાર્થ બતાવી તેને અનુરૂપ દૃષ્ટાંત આપે છે. એમાંનાં કેટલાંક દષ્ટાંત “ઉતરાધ્યયન સૂત્રમાંથી તે કેટલાંક અન્ય જગ્યાએથી લેવાયાં છે. એકાદ દષ્ટાંત સ્વતંત્ર પણ છે. દૃષ્ટાંત આપ્યા પછી કથા તથા ભાવનાનું રહસ્ય સમજાવતી “પ્રમાણશિક્ષા” આપીને અંતમાં પુપિકા લખી તેઓ ભાવના પૂર્ણ કરે છે. પછીની ત્રણ ભાવનાને સમજાવતી વખતે કર્તા ઉપરના કમને અનુસરતા નથી. તેઓ ભાવનાને ગદ્યમાં જ સમજાવી દષ્ટાંત આપે છે, અને અંતમાં પ્રમાણશિક્ષા આપતા જ નથી. વળી, તેમાં પુપિકા પણ ટકાવી છે, અને નિર્જરા તથા લોકસ્વરૂપ ભાવનામાં તેમણે પુપિકા આપી જ નથી. અંતિમ લોકસ્વરૂપ ભાવનામાં દષ્ટાંત, પ્રમાણુશિક્ષા કશું જ નથી. માત્ર એ ભાવનાને અર્થ સંક્ષેપમાં આપેલ છે. આમ જેમ જેમ પુસ્તકમાં ભાવનાને ક્રમ આગળ વધતો જાય છે, તેમ તેમ તે વિશેનું લખાણ સંક્ષિપ્ત થતું આપણે જોઈએ છીએ.
શ્રીમદે વર્ણ વેલી ભાવનાઓનાં વિસ્તાર અને લક્ષણે છઠ્ઠી ભાવના પછી ધીમે ધીમે ઘટતાં જાય છે, તેના કારણમાં આ ગ્રંથની પૃષ્ઠસંખ્યા મર્યાદામાં રાખવાનો તેમનો ઉદેશ જણાય છે. પૃષ્ઠસંખ્યા મર્યાદિત રાખવાનાં બેત્રણ કારણેનું અનુમાન થઈ શકે છે.
ભાવનાબેધ” એ ભેટપુસ્તક હતું તેથી પૃષ્ઠસંખ્યા વધી જવાથી છાપકામમાં વધી જતે ખર્ચ શ્રીમની તે વખતની સાંકડી આર્થિક સ્થિતિને પોસાય તેમ નહોતે. વળી, શ્રીમદને આ પુસ્તક ઝડપથી છપાવીને “મોક્ષમાળા”ના ગ્રાહકોને ભેટરૂપે આપવું હતું તેથી વધુ પાનાં ૧૩. આ સંક્ષિપ્ત પરિચય તે “મેક્ષમાળા”ને ૨૧મો પાટ. એ પાઠ અહીં એ જ શબ્દોમાં
“પ્રથમ દશન”ના નામે અપાયો છે. ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org