________________
૬. અપૂર્વ અવસર
૨૧ કડીના આ કાવ્યના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ પાડી શકાય. પૂર્વ ભાગ ૧ કડીના અને ઉત્તર ભાગ ૯ કડીના. પહેલા ભાગમાં નિગ્રંથ થવાની ભાવના, નિગ્રંથનાં લક્ષણા, સમ્યગ્દર્શન અને નિર્ઝ'ના આત્મચારિત્રનું વર્ણન આપેલુ‘ છે. ઉત્તર વિભાગમાં ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન અને મેાક્ષનું વર્ણન આપેલું છે. આ કાવ્યમાં ૪થાથી ૧૪ માં ગુણસ્થાનના સમાવેશ કરેલા છે.
આ વન તમણે એવી સુંદર રીતે કર્યું છે કે તે સમજવા માટે, આગળ જોયું તેમ, ભૂમિકાની જરૂર છે, અને એ સમજાવવા માટે તે એથી પણ ઉન્નત ભૂમિકા જોઈએ. આ ભૂમિકા કાને હોય તે ખતાવતાં મુનિશ્રી જયવિજયજી “ શ્રી ગુણસ્થાન ક્રમારેહણ ’’ની પ્રસ્તાવનામાં ચેાગ્ય જ લખે છે કે :—
“ આ પદ જો કે ગુજરાતી ભાષામાં લખાયું છે, અને તેથી શબ્દાર્થની સરલતા બહુ દેખાશે, પણ તે પદમાં જૈનદર્શનના આદર્શ માર્ગ જણાવ્યા ાવાથી જિજ્ઞાસુ દશાથી લઈ પરમ પદ – મેાક્ષની પ્રાપ્તિ સુધીના અદ્ભુત અને પરમ તત્ત્વરહસ્યમય ગુણસ્થાન કુમારાણુ હોવાથી તથા આધ્યાત્મિક માર્ગના અતિ ગૂઢ તત્ત્વો અને અલૌકિક રહસ્યાથી ભરપૂર હાવાથી, તે પદ્મના વાસ્તવિક રહસ્યાર્થ દર્શાવવાને તૈા મહાન યેગી આનંદઘનજી મહારાજ જણાવે છે તેમ · અબધૂ સેા જોગી ગુરુ મેરા, ઈન પદ્મ કા કરે નિવેરા ’ની માફ્ક અસાધારણ નાની હાય તે જ દર્શાવી શકે તેમ છે.પ
*
તત્ત્વજ્ઞાનથી ભરપુર આ કાવ્ય જૈનધર્મના તથા અન્ય ધર્મના અનુયાયીઓમાં પણ ઘણું પ્રસિદ્ધ છે, અને તે ઘણે ઠેકાણે પ્રાર્થનામાં પણ બેલાય છે. પૂ. ગાંધીજીને પણ આ કાવ્ય એટલું પ્રિય હતું કે તેમણે તેને “ આશ્રમ ભજનાવલિ ''માં સ્થાન આપ્યું હતુ.. શ્રીમદ્દા વિધ કરનારાઓ તરફથી પણ આ કાવ્યની તેા પ્રશંસા જ થઈ છે, તે તેનુ ઉચ્ચત્વ સાબિત કરે છે. મુનિશ્રી હષ ચ`દ્રજી, કે જેમણે “ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ ’માં શ્રીમનાં ઘણાં ઘણાં મંતવ્યાના સાચા કે ખેાટા વિરોધ દર્શાવ્યા છે, તેમણે પણ આ વિશે નીચે પ્રમાણેના પ્રશંસાપૂર્ણ અભિપ્રાય આપ્યા છે
કે
૩૧૭
“ અપૂર્વ અવસર એવા કયારે આવશે ? એ કવિતા ઘણી રસિક છે, તેમાં રાગ અન તાલના મેળ છે, અને બરાબર વાંચતાં કાઈ પણને હૃદય ઉપર સારી અસર કરે તેવી છે. આ કવિતા જ્યારે શ્રીમદ્દે લખી હશે ત્યારે તેઓ ઘણા ઉચ્ચ વિચારમાં કૃખી ગયા હશે, એમાં સંશય નથી. કવિતાની કડીઓ એક પછી એક વાંચતાં એમ અનુભવ થાય છે કે જાણે જીવ પેાતાના સ્થાનકના સેાપાન પર ચઢતા હોય, તે પદ્ધતિએ તે કવિતા તેઓએ રચી છે. આ કવિતામાં તેએએ આત્મસ્વભાવ જીવસ્થાનકક્રમ, ને માહનીય પ્રકૃતિના ક્રમવાર વિલયનાં યથાતથ્ય સ્વરૂપો બતાવ્યાં છે. મન, વચન ને કાયાના સંબંધની વણા છૂટે, આત્મા સ્વસ્વરૂપમાં આવે એવી દશાનુ` ક્રમવાર તેઓએ વન ત્યાં કર્યું છે.’૬
૫. “ ગુણસ્થાન ક્રમારોહણુ '', આર્દ્રત્ત ૧, પૃ. ૫.
66
શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણુ ', આવૃત્તિ ૨, પૃ. ૧૮૧.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org