________________
૮. શ્રીમની તત્વવિચારણા - પત્રોમાં
૪૩૯ “આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થોને તાદામ્ય – અધ્યાસ નિવૃત્તવો તેને શ્રી જિન “ત્યાગ” કહે છે.”૩ ૬
સંસારમાં રહીને સંસારનો ક્ષય થઈ શકતો નથી, તેનો ત્યાગ એ મહત્વનો છે. સર્વ શાસ્ત્રોના બંધનું, ક્રિયાનું, જ્ઞાનનું, ભક્તિનું અને યોગનું પ્રયોજન સ્વરૂપ પ્રાપ્તિ માટે છે, એટલે કે સંસારને ક્ષય કરવા માટે છે. પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે સર્વસંગપરિત્યાગની આવશ્યક્તા છે. પાણી સ્વભાવે શીતળ છે, છતાં તેને અગ્નિ પર કઈ વાસણમાં નાખી તપાવવાથી તેણે ઉષ્ણ થવું પડે છે, તેમ ગૃહવાસમાં રહેનારને પણ સંસારની મોહિનીથી થતા ઉષ્ણપણથી છૂટવા મુનિત્વ ગ્રહણ કરવું આવશ્યક છે. મહાવીરસ્વામી, જેઓ ગૃહવાસમાં અભાગી જેવા હતા, નિઃસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, તેઓ પણ સર્વમાં અસારપણું જાણીને ત્યાગી બન્યા હતા. આમ સંસારને ક્ષય કરવા માટે તેનો ત્યાગ તે મહત્તવને છે. આમ સર્વસંગત્યાગનું ઘણું મહત્તવ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે.
આ ત્યાગ તે આત્માના કલ્યાણને અર્થે કરવાનો છે અને તે જ્ઞાનનું ફળ છે. જેને આત્મજ્ઞાન થાય છે તેની વૃત્તિ સંસારત્યાગ તરફ જાય છે, કારણ કે તેને પર, એવા સંસારમાં મારાપણું રહ્યું નથી. તે ત્યાગની શરૂઆત “આરંભ-પરિગ્રહ”ના ત્યાગથી થાય છે. અને આરંભ-પરિગ્રહને ત્યાગ સતશાસ્ત્રના પરિચયથી થાય છે. શુભેરછા, વિચાર
વિચાર, જ્ઞાન એ આદિ સવ ભૂમિકાને વિશે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જ્ઞાની પુરુષોએ અણગારવ નિરૂપણ કર્યું છે. જો કે પરમાર્થથી સર્વસંગપરિત્યાગ તે યથાર્થ બોધ ઉત્પન્ન થાય ત્યારે જ આવે છે, એ જાણવા છતાં સત્સંગમાં રહેવાથી યથાર્થ બોધ ઉત્પન્ન થવાનો યોગ બાદાથી સર્વસંગપરિત્યાગ હોય તે વહેલે આવે છે, એમ જાણ જ્ઞાનીઓએ બાહ્યથી પણ ત્યાગનું મહત્વ બતાવ્યું છે. જીવ નિવૃત્તિના સમયમાં સત્સંગ, સદ્દગુરુ, સદુધમની યથાયોગ્ય ઉપાસના કરી તે યથાર્થ બોધ જલદી પામી શકે છે, જેમ થવું સંસારમાં દુર્લભ છે. આમ આત્મજ્ઞાન હોય કે ન હોય, મુક્ત થવાની ઈચ્છાથી સર્વસંગપરિત્યાગ ઉપાસવામાં આવે તે કલ્યાણ થાય છે, એમ શ્રીમદે જણાવ્યું છે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળવાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી, કેમ કે જ્યાં સુધી અંતર્પરિણામ પર દષ્ટિ ન થાય, અને તળારૂપ માગે ન પ્રવર્તાય ત્યાં સુધી તે ત્યાગ નામ માત્ર છે. તેવા અવસરે પણ અંતર્દષ્ટિ આવવી કઠણ છે, તે પછી ગૃહસ્થાવસ્થામાં રહેનાર જીવને અંતર્દષ્ટિ થવી વિશેષ કઠિન હોય તેમાં શી નવાઈ?
તેમ છતાં ગૃહસ્થવેશમાં આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય તેવો નિયમ નથી. પણ ત્યાગને તે સર્વજ્ઞાનીઓએ વખાણેલ છે, તે વિશે શ્રીમદે લખ્યું છે કે –
* જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમપુરુષએ કરી છે. કેમ કે ત્યાગ એશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે...... સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થસંયમ કહ્યો છે. ૩૬. “શ્રીમદ રાજચંદ્ર ”, આવૃત્તિ , ખંડ ૨, ૩. ૨૩૪. અગાસ આવૃત્તિ. આંક ૫૬.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org