________________
શ્રી ની કવનસિદ્ધિ પણ આ કડીમાંની દેઢ પંક્તિ મળતી નથી. માત્ર પહેલી અડધી અને બાકીની બે એમ અહી જ પંક્તિ મળે છે. શ્રીમદે અહીં ક્રિયાની વાત કહી છે? શુષ્ક ક્રિયાથી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું..
આ પછીની કડીમાં “સમ્મતિતક ” આદિને આધાર લઈને સાચું જ્ઞાન કર્યું તે જણાવ્યું છે –
શાસ્ત્રો વિશેષ સહિત પણ જે, જાણિયું નિજ રૂપને, કાં તેહો આશ્રય કરજો, ભાવથી સાચા મને;” તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. શાસના વિસ્તૃત જ્ઞાનસહિત અર્થાત્ તેમાં જે અનેક પ્રકારના ભેદથી આત્મા જણાવ્યા છે તે પ્રમાણે જેણે પોતાને જાણે તે જ સાચું જ્ઞાન છે. અથવા જેવો છે તેવો જ આત્મા શાસ્ત્રમાં વર્ણવ્યો છે, એવી સાચા ભાવથી શ્રદ્ધા કરવી તે જ્ઞાન છે. અને આ માટે શ્રીમકે સમ્મતિતર્ક” આદિની સાખ આપી છે.
તે જ પ્રમાણે, જ્ઞાનીએ જણાવેલ પરમાર્થ પ્રમાણે, માત્ર આઠ સમિતિ, જ્ઞાનીની આશા પ્રમાણે બોલવું ચાલવું, રહેવું ઈત્યાદિ સમજાય તે તે જ્ઞાન છે. અને પિતાની કલ્પના પ્રમાણે સમજેલાં કરોડો શાસ્ત્રો એ “માત્ર મનને આમળે છે. મનને સંકલ્પવિકલ્પમાં ગૂંચવનાર વળ છે, એમ શ્રીમદ્ છઠ્ઠી કડીમાં બતાવ્યું છે.
તે પછી શ્રીમદ જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ “નંદિસૂત્ર” આદિના સમર્થન સાથે સુંદર રીતે બતાવે છે.-જે અજ્ઞાનીનાં મિથ્યાત્વનાં શાસ્ત્રો છે તે શા પણ જે જ્ઞાનીના હાથમાં જાય છે તે તેમને જ્ઞાનરૂપે જ પરિણમે છે, કારણ કે તેમની દૃષ્ટિ પલટાઈ ગઈ હોય છે. જ્ઞાન મેળવવા માટે વ્રત, પચખાણ આદિની જરૂર નથી તે બતાવતાં તેમણે લખ્યું છે કે –
વ્રત નહિ, પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈન,
મહાપર્વ તીર્થકર થશે, શ્રેણિક કાણુગ જોઈ લે.” શ્રેણિક રાજાને કઈ વ્રત, પચખાણ કે ત્યાગ નહતાં, પણ આંતરિક ભાવ એટલા ઊંચા હતા કે તેઓ આવતી ચોવીસીમાં “મહાપ” નામના પહેલા તીર્થંકર થવાના
છે એમ “શ્રી ઠાણાંગસૂત્રમાં ” કહ્યું છે. - શ્રીમદે આ કાવ્યમાં જ્ઞાન થવા માટે આંતરિક ભાવ પર મૂકેલો ભાર જોઈ શકાય છે; અને પોતે સ્વતંત્ર રીતે નહિ, પણ જૈન આગમસૂત્રો અનુસાર ઉપદેશ કરે છે તે જણાવવા “ભગવતી”, “ઠાણુગ”, “નદિ” વગેરે સૂત્રોની સાખ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org