________________
જીવનરેખા
૧૩
૪૩. શ્રીમદુ અને લાલન – પ્રેમચંદ મોતીચંદને પંડિત લાલન સંસ્કૃતને અભ્યાસ કરાવવા જતા. એક દિવસ તેમણે પોતાને કોઈ દિગંબર મુનિએ આપેલે શ્લોક, તેને અર્થ જાણવા માટે, પંડિત લાલનને પૂછ. તે શ્લોક હતે –
“મવં કરવા વહિવં', રાજેતરોત: |
યોજ સમાન, ઘી: ઘરમામઃ | ”૧૯૭ લાલને તેમને આ લોક બીજે દિવસે સમજાવવાનું જણાવ્યું. તે જ દિવસે પંડિત લાલન શ્રીમદ્દને મળ્યા, અને તેમની સાથે આ લોકના અર્થ બાબતમાં લાલનને ચર્ચા થઈ, તેમાં “સમાસેન” શબ્દનો અર્થ લાલને શ્રીમદને પૂછળ્યો. જેનો અર્થ “ટૂંક સમયમાં” એવો ઉત્તર શ્રીમદે આપ્યો હતે. તે પછી આ શ્લોકના અર્થ વિશે શ્રીમદે લાલનને અભિપ્રાય પૂછો. લાલને એ શબ્દનો ભાવ સમજાવતાં ઉત્તર આપ્યું કે, “એક અંતર્મુહર્તમાં દર્શન થઈ જાય – આ શ્લોકમાં કહેલી સ્થિતિ લાવીએ તે.” આ સાંભળી ખૂબ ઉલ્લસિત થઈ શ્રીમદ્દ તેમને ભેટી પડ્યા.
અનેક જગ્યાએ તપાસ કર્યા પછી, પંડિત લાલને “સમાધિશતકને આ ૧૭મો લેક છે એવો નિર્ણય કર્યો હતો.
આ પ્રસંગ બન્યા પછી થોડા વખતે લાલન અમેરિકા ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે શ્રીમદની તબિયત ખરાબ હતી, તેથી શિવમાં તેઓ સારવાર લેતા હતા. લાલન તેમની ખબર પૂછવા ગયા, અને ત્યાં તેમની સારવારમાં રહેલા ડો. પ્રાણજીવનદાસ મહેતાને તબિયતના સમાચાર પૂછી પાછા ચાલ્યા ગયા. લાલનની ડોકટર સાથેની વાતચીત શ્રીમદ્ રૂમમાં સાંભળી, અને તેમને બેલાવવા શ્રીમદ્ ટેકરશી મહેતાને કહ્યું. પણ તે વખતે લાલન ચાલ્યા ગયા હતા. તેથી તેમને ઘેર સંદેશો પહોંચાડવામાં આવ્યો. બીજે દિવસે લાલન શ્રીમદ્દ પાસે ગયા. તે વખતે શ્રીમદ્દને ઘણું અશક્તિ હતી, છતાં સારી રીતે બોલી શકતા હતા. શ્રીમદ્દે તેમને ઉપરના શ્લેકને આચરણમાં મૂકવા શું કર્યું તે વિશે પૂછયું.
લાલને ઉત્તર આપ્યો કે, “સાહેબ, મુંબઈથી રવાના થઈ લંડન જતાં પંદર દિવસ અને ઇંગ્લેન્ડના સમરસેટના બંદરેથી અમેરિકા પ્રવાસ કરતાં, અને અમેરિકામાં રોજ રોજ નિયમ પ્રમાણે, આ શ્લોકનું પારાયણ અને મનન યથાશક્તિ ચાલુ રાખ્યું, અને એમ કરતાં કરતાં આશરે ત્રણ માસ વીત્યા બાદ, અમેરિકાના એક સુંદર સરોવર પાસે હું મનન કરતા હતા ત્યારે જે ખ્યાતિ થઈ તે ખ્યાતિનું કાવ્ય આપને સંભળાવું છું ૧૭. પૂજ્યપાદ સ્વામચરિત “સમાધિશતકના આ ૧૭માં શ્લોકનો અર્થ આ પ્રમાણે છે :
એ રીતે બાહ્ય વાચિક પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરીને પછી આંતર પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરવા જોઈએ. એ પ્રમાણે ચિત્તને સદંતર નિરોધ કરવાથી પરમાત્મ-સ્વરૂપને પ્રકાશ થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org