________________
શ્રીમદની જીવનસિદ્ધિ આ પદ વિશે શ્રીમદે ૪૪ મી ગાથામાં લખ્યું છે કે –
ષટ્રસ્થાનક સંક્ષેપમાં, દર્શન પણ તેહ
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.” ૪૪ આ દેહરામાં જણાવ્યા મુજબ, જે છ પદ સંક્ષેપમાં શ્રીમદે જણાવ્યાં છે, તે જ છયે દર્શનને સાર છે, અને એ છ પદને જ્ઞાનીઓએ પરમાર્થ માર્ગને સાર સમજવા માટે કહેલ છે.. ગમે તે દર્શન, ગમે તે શાસ્ત્ર કે ગમે તે ધર્મ આ છ પદ સિવાય અન્ય કઈ પદ વિશે અભિપ્રાય બાંધી શક્યા નથી, કારણ કે આ છ પદના વિસ્તારમાં બધું સમાઈ જાય છે. અસંખ્ય શાસ્ત્રરચના -ન્યાયશાસ્ત્રો, તર્કશાસ્ત્રો, અધ્યાત્મશાસ્ત્રો વગેરેની
માત્મશાસ્ત્રો વગેરેની રચના - આ છ પદની સિદ્ધિ અર્થે થઈ છે. એવો કર્તાનો અભિપ્રાય આપણને આ ગાથામાં જોવા મળે છે.
પ્રથમ પદ : આત્મા છે.
આત્માનું અસ્તિત્વ સ્વીકારવું તે મોક્ષમાર્ગનું સૌથી પહેલું પગથિયું છે. આત્મા હોય તે જ એને મુક્ત કરવાની વાત થાય, એ દષ્ટિએ આત્માનું અસ્તિત્વ જાણવું તે સૌથી અગત્યનું છે. આ પદ માટે શ્રીમદ્ ૪૫ થી ૫૦ સુધીના ૧૪ દાહરાની રચના કરી છે. તેમાં પહેલા ચાર દોહરામાં શિષ્ય પોતાના ગુરુ પાસે વિનયભાવે આત્માના હાવારૂપ પ્રથમ પદ વિશે, સમાધાનાથે, પિતાને થયેલી શંકા રજૂ કરે છે. અહીં શિષ્યને પોતાના ગુરુ માટે ખૂબ માન છે. વળી તેને શ્રદ્ધા પણ છે કે ગુરુ પોતાને સાચે જ માર્ગ બતાવશે, તેથી તે ખૂબ નમ્રતાપૂર્વક, પિતાના આત્મામાં રહ્યા કરતી પ્રથમ પદ વિશેની શંકા નીચેની દલીલો દ્વારા રજૂ કરે છે –
૧. આત્મા પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. વળી તેનું કોઈ જાતનું રૂપ પણ જણાતું નથી, તેમ આત્મા હોવાપણુંનો બીજો કોઈ સ્પર્શાદિ અનુભવ પણ થતો નથી, તેથી આત્મા નથી, એમ લાગે છે.
૨. અથવા જે આત્મા હોય તે તે દેહરૂપે જ છે, અથવા શ્વાસોચ્છવાસ ચાલે છે તે ઈન્દ્રિયે એ જ આત્મા છે, એ સિવાયનું આત્મા હોવાનું બીજું કંઈ ચિહ્ન જણાતું નથી, તેથી આત્માને દેહથી ભિન્ન માનવ તે નકામું જ છે.
૩. વળી જે આત્મા હોય તો તે ઘટપટ આદિ અન્ય પદાર્થોની જેમ જણાવે જોઈએ, પણ તે તેમ જણાતો નથી, માટે આત્મા નથી.
આ પ્રમાણે પિતાને થતી શંકાઓ રજૂ કરી શિષ્ય ૪૮ મા દેહરામાં તે શંકાનું સમાધાન કરવા ગુરુને વીનવે છે કે –
માટે છે નહિ આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાત, સમજાવો સદુપાય.” ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org