________________
૧૪૮
શ્રીમદના જીવનસિદ્ધિ સેળ કષાય, નવ નકષાય અને પાંચ પ્રકારનાં મિથ્યાત્વ તથા પંદર પ્રકારના વેગને તેમાં સમાવેશ થાય છે.૪૮ અહીં આશ્રવભાવના ટૂંકમાં ગદ્યમાં સમજાવ્યા પછી સીધું દૃષ્ટાંત આવ્યું છે. પહેલાંની છ ભાવનાની જેમ પદ્યપંક્તિ કે તેને વિશેષાર્થ અહી તેમજ આ પછીની ભાવનામાં આપેલ નથી, એ જ રીતે પ્રમાણશિક્ષા પણ આપેલ નથી. આમ ભાવનાની સમજૂતીમાં એક એક વસ્તુ ઓછી થતી જાય છે. એ રીતે જોતાં ભાવના ટૂંકમાં પૂર્ણ કરી છે તેમ કહેવું જોઈએ.
પુંડરીક અને કુંડરીક નામના બે ભાઈઓ પુંડરિકિશું નગરીમાં રાજ્ય કરતા હતા. કેઈ મુનિના બેધથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં કુંડરીકે પુંડરીકને રાજ્ય સેંપી દીક્ષા લીધી. થોડાં વર્ષો પછી સંયમને કંટાળે આવતાં કુંડરીકે નગરમાં પાછા આવી પોતાનું રાજ્ય પાછું માગ્યું. પુંડરીકે સાચે રસ્તે ચાલવા બોધ આપ્યો, પણ કુંડરીકે તે ન સમજતાં પિતાની માગણી ચાલુ રાખી. તેથી કુંડરીકને રાજ્ય સેપી પુંડરીક મુનિવ ગ્રહણ કરી, ગુરુ પાસે ગયે. કુંડરીક પછીથી ખૂબ અનાચાર કરી, અંતમાં ખૂબ ત્રાસ પામી નરકમાં ગયો.
અહીં સુધીની કથા શ્રીમદ્ આશ્રવભાવનાના દષ્ટાંતરૂપે આપી છે. તે પછીની કથા સંવરભાવનાના દૃષ્ટાંત તરીકે અપાઈ છે. કુંડરીકે પોતામાં પાપને પ્રવેશ કરવા દીધો તે તે ખૂબ દુઃખ પામ્યો, તે વિશેનો બોધ અહીં અપાયો છે. અહીં પુષિકા ખૂબ ટૂંકી, “ઈતિ સપ્તમ ચિત્રે આશ્રવભાવના સમાપ્ત ” એટલી જ આપી છે.
આ કથા આપણને “જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર”ના પ્રથમ સ્કંધના ૧૯મા “પુંડરિયણાય” પ્રકરણમાં જોવા મળે છે. એ પ્રકરણને આ સીધો અનુવાદ નથી, પરંતુ તેમાં આપેલા પ્રસંગે અનુસાર આ કથા રચાઈ છે. તેમાં એક નાનો ફેર જોવા મળે છે ? ૪૮. પાપને પ્રવેશ કરવાનાં ૫૭ સ્થાનકે શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યાં છે –
૧૨ અવિરતિ :-શ્રાવકનાં બાર વત; અહિંસા, સત્યનું પાલન, અદત્તાદાન ન લેવું, પરનારીત્યાગ, નીતિથી ધન મેળવવું, દિશાની મર્યાદા રાખવી, ભોગપભોગ વિરમણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દશાવકાશિક, પૌષધ ઉપવાસ કરવા તથા અતિથિસંવિભાગ એટલે ભોજનવેળા સુપાત્ર મુનિને આહારદાન કરવું; એ જેનામાં ન હોય તે બાર પ્રકારની અવિરતિ છે.
૧૬ કપાય:- ક્રોધ, માન, માયા, તથા લેભ એ ચાર કષાયના અનંતાનુબંધી અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંવલન એમ ચાર ચાર વિભાગ. ૯ ષાય:- હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપસા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, તથા નપુંસક વિદ.
૧૫ ગ:- સત્ય મને યોગ, મૃપા મને યોગ, સમૃપા મનોગ, અસત્યથા મનોયોગ, સત્ય વચનગ, મૃષા વચનોગ, સત્યમૃષા વચનોગ, અસત્યસૃપા વચનોગ, વૈક્રિય કાયયોગ, આહારિક કાયયોગ, દારિક કાગ, ક્રિય મિશ્ર કાયયોગ, આહારિક મિથ કાયયોગ, દારિક મિશ્ર કાયયોગ, કામણ કાયયોગ.
૫ પ્રકારનાં મિથ્યાત્વ:- અભિગ્રહિક મિથ્યાત્વ, અનાભિગ્રહિક મિથ્યાત્વ, અભિનિવેસિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અને અનાગિક મિથ્યાત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org