________________
૪. પ્રકીણ પંચ-રચનાઓ
સ્થિરતા કરી જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યા છે, જાપ કર્યા છે, અનેક જાતની ઉગ્ર તપશ્ચર્યા પણ કરી છે, બાહ્ય પદાર્થો પ્રતિ હૃદયથી અણગમા ધાર્યા છે, સ દનનાં સર્વ શાસ્ત્રો ભણી, તેના વિવાદ કરી અનેક મતાનું ખંડનમંડન કરવાનું કાર્ય પણ અનેક વખત કર્યું છે; આમ અનેક પ્રકારના વ્રત, તપ આદિ દ્વારા જ્ઞાન મેળવવાના પ્રયત્ન કર્યાં છે. “ તાપ કછુ હાથ હજુ ન પર્યાં ” તાપણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ' નથી, આત્મસાક્ષાત્કાર થયા નથી.
આમ થવાનુ કારણ શુ' ? આટઆટલું કરવા છતાં હે જીવ! તને જ્ઞાન શા માટે ન મળ્યું ? યમ, નિયમાદિના પાલનમાં એવી તે કઈ ખેાટ રહી ગઈ કે આત્મા પ્રાપ્ત ન થયેા ? તે વિશેના પ્રશ્નો શ્રીમદ્દે ચેાથી તથા પાંચમી કડીમાં મૂકી જણાવ્યું છે કે સદ્દગુરુની આજ્ઞાએ આ બધું નહાતું કર્યું. તેથી તે નિષ્ફળ ગયેલ છે. જો જ્ઞાનીની આજ્ઞાએ આ સર્વ કરવામાં આવે તા એક જ પળમાં આત્મા પ્રગટ થાય, એમ જણાવતાં શ્રીમદ્ આ કાવ્યમાં લખે છે કેઃ—
“ પમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચન સુપ્રેમ ખસે; તનસે' મનસે' ધનસે' સબસેં, ગુરુદેવકી આન સ્વઆત્મ ખસે. તખ કારજ સિદ્ધ અને અપના, રસ અમૃત પાવહી પ્રેમ ઘના; વહુ સત્યસુધા દરશાવહ ગે, ચતુરાંગલ હૈ દગસે મિલછે. રસ દેવ નિરજન કે પિવહી, ગહિ જોગ જુગાજુગ સે। . જીવહિ, પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર ખસે; વહુ કેવલકા ખીજ ગ્યાનિ કહે; નિજક અનુભૌ ખતલાઈ ક્રિયે, ”
અહીં જણાવ્યા પ્રમાણે જો સદ્દગુરુનાં ચરણ પાસે પ્રેમથી બેસી, તન, મન અને ધનથી તેમની આજ્ઞાનું પાલન કરે, એટલે કે મેહાદનો નાશ કરે, તા જીવન પલકમાં - ક્ષણમાં આત્મજ્ઞાન થાય અને સ્વાનુભવરૂપ અમૃતરસનું પાન કરવાના જીવને લાભ મળે. જીવ અહું, મમતા, સર્વાં છેડી સત્પુરુષને આશ્રયે વતે તે તેને “ બીજજ્ઞાન ”ની સહેલાઈથી પ્રાપ્તિ થાય.
૩૮૩
સદ્ગુરુ અને તેમની આજ્ઞા પ્રત્યેનાં ભક્તિ, પ્રીતિ વગેરે જીવને આત્માનંદના અમૃતરસનું પાન કરાવે છે. ગુરુકૃપાથી જીવની બાહ્યષ્ટ છૂટી જાય છે, અને આંતરદૃષ્ટિ ખીલે છે. તે અનુભવની પ્રાપ્તિ વિશે શ્રીમદ્ ચતુરાંગુલ હૈ દેંગસે* મિલહે ” એ પક્તિ લખે છે. આ પક્તિમાં ગૂઢાર્થ છે. શ્રી લલ્લુજી મહારાજે આપક્તિના અથ શ્રીમદને પૂછ્યો હતા ત્યારે તેમણે એ વિશે એવા ઉત્તર લખ્યા હતા કે, “એ આગળ પર સમજાશે. ” એટલે કે જ્ઞાનની એટલી ઊ`ચી કક્ષા થશે ત્યારે આપોઆપ સમજાઈ જશે, આમ આ ૫ક્તિ અનુભવગમ્ય કહેવાઈ છે.
દ
આ પક્તિના એક અ યેાજી શકાય છે, પણ શ્રીમને તે અથ અભિપ્રેત હશે કે કેમ તે વિશે શ`કા છે. જ્ઞાન પામવા માટે ધ્યાનઅવસ્થા પણ એક સાધન છે, ધ્યાન ધરતી વખતે જો આંખા બંધ કર્યા પછી તે દૃષ્ટિ-ટ્ટગને અંદરની બાજુ, કપાળનાં મધ્યબિંદુની સીધી લીટીમાં ચાર આંગળ અંદર – ચતુરાંગુલ – સ્થિર કરી શકીએ ( મિલહે ) તા આત્મજ્ઞાન થાય. <. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, o ૬૪૬, આંક ૯૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org