________________
પ્રકરણ પહેલુ
રિપુઢ્ઢારણ અને શૈલરાજ
સિદ્ધાર્થનગર અને શ્રી નરવાહનરાજાદિ :
શ્રી સદાગમની સાંનિધ્યમાં પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષની ઉપસ્થિતિમાં અ’ગૃહીતસ કેતાને અનુલક્ષીને સ’સારીજીવ પેાતાનું જીવનચરિત્ર સભળાવી રહ્યો છે, મનુજતિ નગરીનું એ સ્થળ હતું.
ક્રોધ, હિંસા અને સ્પર્શનેન્દ્રિયની પરાધીનતાના પાપી પ્રતાપે પેાતાની નદિવર્ધનના ભવમાં જે વડમનાએ અને દુર્દશા થઈ તેના આબેહૂબ ચિતાર રજુ કરી દીધા અને આગળના ચિતાર રજુ કરતાં જણાવે છે કે
આ મનુષ્યલેાકમાં “ સિદ્ધાર્થ” નામનું સુંદરતાથી ઉભરાતું નગર હતું. નગરના નર અને નારીઓ ધનિષ્ઠ અને શ્રદ્ધાને વરેલા હતાં. ધર્મના પ્રતાપે અહિંના નર-નારીઓની મન:કામનાએ અલ્પ પ્રયત્ને પૂર્ણ થતી હતી.
નગરના આવાસે ધવલ અને અતિસ્વચ્છ હતાં. અગાસીમાં આરસપહાણા જડેલા હતાં. એમાં નિશાપતિ ચંદ્ર જ્યારે ગગનમાં ઉદય પામતા ત્યારે પ્રતિબિંબે પડવાથી અનેક ચ'દ્રના આભાસ આ નગરમાં જણાતા.