________________
મહામહેનું સામંતચકે
૧૭૧
ખરેખર વૃક્ષો પણ ગરીબ અને અસહાય માનવી જેવી દુર્દશાને પામ્યા છે.
આ શિશિર ઋતુ પિતાની માયા સંકેલી રહી છે. આપણને ઘેરથી નિકળ્યાને હજુ છ માસ થયા છે. આટલા અલ્પ સમયમાં મામા આપ કેમ કંટાળી ગયા ? મારા ઉપરની મધુર મમતાના કારણે પણ મામાએ મને ભવચક નગર બતલાવવું જોઈએ. પછી તે મામાના જે વિચાર હોય તેમ કરવાનું છે. ભવચક્ર નગર ભણું
ભાણેજની ભવચક્રનગરને જોવાની ઈચ્છાને ટાળવી મુશ્કેલ જણતાં મામાએ જવાની સંમતિ આપી. મામા ભાણેજ ભવચક નગરે જવા તૈયાર થયાં. જતાં જતાં મહામહના મહાસૈન્યને પણ બારીકાઈથી નિહાળી લીધું.
એ સૈન્ય મિથ્યાભિનિવેશ વિગેરે અનેક રથી મનહર જણાતું હતું, મમત્વ વિગેરે મોટા દંતશૂળવાળા અને ગર્જના કરતા હાથીઓથી સૈન્યની અમાપ શક્તિને ખ્યાલ આવતે હતો. અજ્ઞાન વિગેરે અતિ આવેગવાળા અશ્વોથી એ સૈન્યની સુંદરતા ઉછાળા લેતી હતી. દીનતા, ચપળતા, લોલુપતા વિગેરે પદાતી સૈન્યથી સૈન્યની શૂરવીરતા અને વિકરાળતાને ખ્યાલ આવી જતે હતે.
સાગર સમા વિશાળ સૈન્યને નિર્ભીકપણે નિહાળતા નિહાળતા મામા ભાણેજે ચિત્તવૃત્તિ અટવીમાંથી બહાર નીકળી ભવચક્રનગર ભણે પિતાના પગ માંડ્યા. મંજિલ મજેથી