________________
વિમળને વિકાસ
૩૫૧
अभव्यो दुरभव्यो वा, किमहं भुवनेश्वर ! । प्राप्तेऽप्याप्नोमि यन्नाई, मुक्तिं मुक्तिपदे त्वयि ॥४॥
ચરાચર જગતના નાથ ! આપ જય પામે. તત્ત્વજ્ઞાનના ઉપદેષ્ટા ! આપ જય પામે. સંપૂર્ણ જ્ઞાનના સાગર ! આપ જય પામે. અંતરંગ શત્રુઓના ટાળનારા નાથ ! આપ જય પામે. આપ વિજય પામે.
એ મારા નાથ ! મને લાગે છે, કે ગત જન્મમાં મેં જરૂર કાંઈક પુણ્ય કર્યું હશે. એથી તે સકલવિશ્વના અભયદાતા સ્વામી આપ મને આ ભવે મલ્યા છે. પ્રત્યે ! આવતા ભવે પણ પુણ્યબલે મને આપ જરૂર આવી મળશે. ૨ | મુજ નાથ ! હવે મને આપના જેવા પ્રિયનાથ મળ્યા છે, તેથી હું અન્ય કેઈને પણ નાથ તરીકે ચાહત નથી. આપ જ મુજ, જીવનના સર્વશ્રેષ્ઠ સ્વામી છે. પરમાત્મન્ ! કલ્પવૃક્ષ પ્રાપ્ત કર્યા પછી કેરડાની તે વળી કેણુ ઝંખના કરે? ૩
એ ભુવનેશ્વર ! જીવિતેશ્વર ! શું હું અભવ્ય છું? અથવા તે શું હું દુરભવ્ય છું? મુક્તિદાતા તારા જેવા મને નાથ મળ્યા છતાં હું હજુ સુધી મુક્તિ કાં ન મેળવી શકે ? મારે છે અપરાધ છે? ૪ किमभक्तोऽस्मि ते नाथ !, विस्मृतो वाऽस्मि यन मे । रागादिरिपुरुद्धस्य, सारादि क्रियते त्वया ॥ ५ ॥ संसारपान्तभ्रान्ति-श्रान्तेनाऽऽश्रमवतू प्रभो !। प्राप्तोऽसि त्वं मया कृच्छानिति तत्प्रयच्छ मे ॥६॥