Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 474
________________ વિમળ દીક્ષા - રપ કેઈને ન આવે. મને કઈ શોધી પણ ન શકે. મારા ભાગવાની કેઈને ખબર પણ ન પડી. મારા માટે પ્રશ્ન : વિમળ દીક્ષા સ્વીકાર કરવા ગુરૂદેવ પાસે આવ્યા ત્યારે મારી એણે શેધ કરી. શેધ માટે બધા સ્થળે અનેક રાજપુરૂને રવાના કર્યા, પરંતુ મારો પત્તો ન લાગે. વિમળને ભારે અચંબો થશે. મારી એને ઘણું ચિંતા થઈ. આખરે ગુરૂદેવને પ્રશ્ન કર્યો. ગુરૂદેવ! મારે મિત્ર વામદેવ એકાએક કયાં અલેપ થઈ ગયે? શા માટે ચાલ્યો ગયો હશે? શું એ હવે હાથ નહિ લાગે? ગુરૂદેવે જ્ઞાનને ઉપયોગ મૂક અને મારું ચરિત્ર જાણી લીધું. એમણે કહ્યું, વિમળ! દીક્ષા નહિ લેવાની ઈચ્છાથી વામદેવ નાસી ગયો. મારું અક્ષરશઃ વર્તન જણાવ્યું. ગુરૂદેવ ! વામદેવ શું અભવ્ય છે? દુરભવ્ય છે? આપના જેવા સમર્થ તરણતારણ ગુરૂવર્ય હોવા છતાં એને દીક્ષાનું મન કાં ન થયું ? વિવેક પણ જાળવી ન શક ? ધૃષ્ટતાભર્યું એનું વર્તન શાથી છે? વિમળ ! એ અભવ્ય નથી. તારે મિત્ર દુષ્ટ નથી. અસદાચરણ શાથી કર્યું એના કારણે જાણ્યા પછી આશ્ચર્ય નહિ થાય. વામદેવને આંતર બે મિત્ર છે, તેય અને માયા મિત્ર સાથે અતિ મિત્રતા છે. એ બેને આશ્રય લેવાથી વામદેવ

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486