________________
વામદેવની દુર્દશા
૪૨૯
હું આજ રાતે દુકાને નહિ જાઉં. આજ તે માતાજીના પવિત્ર ચરણે જ રાત ગાળીશ.
સરલશેઠના હૃદયમાં થયું કે આ પુત્રને માત–તાત પ્રતિ કેવી પ્રીતિ છે ? કેવું નેહભર્યું આનું વર્તન છે? એવા વિચાર કરતા એમણે કહ્યું, બેટા ! તું માતાની પાસે રહેજે. આ પ્રમાણે જણાવી સરલશેઠ બધુલના ઘરે ગયા અને હું અહીં જ રહ્યો.
રાત્રી ચાલુ થઈ, અધકાર ફેલાવા લાગ્યું. મારા અન્તઃકરણમાં પણ અલ્પકારે જોર પકડયું. તેય મિત્રે પ્રેરણા કરી. અરે વામદેવ! આજે દુકાનમાંથી રનરાશિ લેવાને સરસ મેકે મળ્યો છે. તું આ તકનો લાભ લઈલે. મૂર્ખાઈ ન કર.
તેય મિત્રની પ્રેરણાથી હું રાત્રે પથારીમાંથી ઉભે થયે. રત્નરાશિ લેવા માટે દુકાન મેં ઉઘાડી. નગરરક્ષકે એ દુકાન ખેલતાં મને જે. એ લોકોને મારા ઉપર શંકા થઈ. વામદેવે મધ્ય રાત્રે દુકાન શા માટે ખેલી હશે એ તપાસવા ગુપ્ત રીતે ખ્યાલ રાખવા લાગ્યા.
મેં રત્નરાશિ ખાદી કાઢી અને દુકાનની પાછળના ભાગની જમીનમાં ખાડો ખોદી ત્યાં રત્નધન દાટી દીધું.
આ કાર્ય કરતાં લગભગ રાત પૂરી થવા આવી. પ્રભાતને સમય થયો. મેં માટી ધમાલ કરી મૂકી. જોરથી બૂમો પાડવા લાગ્યો. હાહાકાર કરવાથી આજુબાજુના લોકે ત્યાં આવી પહોંચ્યા. નગરરક્ષકે આવ્યા અને સરલશેઠને સમાચાર મળતાં એ પણ ત્યાં આવી ગયા.