________________
૪૩૫
વામદેવની દુર્દશા માયાએ તે દાટવાળી નાખ્યો. તેય અને માયાએ મળીને બીચારા સંસારીજીવને સંસાર બગાડી નાખે. એ બેની પરવશ બનેલા સંસારીજીવે કેવા કારમાં દુખ સહન કર્યા? તેય અને માયા વિશ્વસનીય નથી. સર્ષથી આઘા રહેવામાં આવે છે, એમ આ બન્નેને નવગજના નમસ્કાર કરવામાં જ શ્રેય સમાએલું છે. આનંદનગર ભણી :
સંસારી જીવે આગળ ચલાવ્યું. હે કમલાનને ! ભવિતથતાએ મને મનુષ્ય બનાવ્યું. મેં ત્યાં થોડું ઘણું સુકૃત કર્યું એટલે ભવિતવ્યતા મારા ઉપર સુપ્રસન્ન બની.
પત્ની ભવિતવ્યતા બે માનવેને લઈ મારી સામે આવી. મને જણાવ્યું, પ્રિયતમ ! આપ આનંદપુર પધારે. આપ ત્યાં આનંદમાં વસજે.
આપની સહાય માટે આ બે મનુષ્ય લાવી છું. આ માનવીનું નામ “સાગર” છે. એ રાગકેશરી મહારાજાને પુત્ર છે. એની માતાનું નામ “મૂઢતાદેવી” છે. આપની સેવામાં રહેશે. આ માનવી આપને જુને જાણીતે મિત્ર છે. પુણ્યદય એનું નામ છે. આપને ઘણું સહાય કરશે. હવે આપ આનંદપુરે પધારો.
મે કહ્યું, “જેવી દેવીની આજ્ઞા.”
હું અને મારા બંને મિત્રો સાગર અને પુણ્યદય સાથે ભવિતવ્યતાએ આપેલ નવી ગુટિકાના પ્રભાવે આનંદપુરની દિશા ભણી રવાના થઈ ગયે.