________________
વામદેવની દુશા
૪૩૧
વામદેવે પેાતે જ ચારી કરી છે અને ખૂબજ સફાઇથી એ વાત ઉપર ઢાંકપીછાડા કરી રહ્યો છે. ખેર, એની પાછળ પડી આપણે મુદ્દામાલ સાથે પકડી પાડીશું. એ ભાઈ ઉપર પૂરા જાસો રાખશું, જરૂર પકડાઈ જશે.
નગરરક્ષકાએ વિચાર કરી કહ્યું, શેઠજી ! આપ જરાય ગભરાશે મા. ચિંતા ફીકર ના કરશો. આપના ધનની ચારી કરનાર ચારને પકડી પાડેલા છે, એમ માનજો. આપ જરા ધીરજ ધરજો. આપના રત્નસચય આપને જરૂર મળી જશે.
આ શબ્દો મેલતી વેળા નગરરક્ષકા મારા તરફ વક્રનયનાથી જોતા જતાં હતાં. એ વેળા મને થયું કે નગરરક્ષકાએ ચારી કરતાં મને જોઇ લીધેા લાગે છે, મને ખૂબ ભય લાગ્યા. પરસેવા પરસેવા થઈ ગયા. નગરરક્ષકાના કટાક્ષ વચનાની મને ભારે અસર થઇ.
ટાળે મળેલા લેાકેા વિખરાયા, અમે અમારે ઘરે ગયા. નગરરક્ષકાએ મારી પાછળ ગુપ્તચર વિભાગના કેટલાય માણુસા ગાઢવી દીધા. એ દિવસ શાંતિમાં પસાર થઇ ગયા.
સૂર્ય અસ્ત થઇ ગયા. રાત્રીની શરૂઆતમાં જ હું દુકાનની પાછળ ગયા. સંતાડેલેા રત્નસમુહ કાઢી એકદમ નાસવા લાગ્યા. ગુપ્તચરા મારી પાછળ પડ્યા હતા એ વાતનું મને લક્ષ ન રહ્યું. નગરરક્ષકાએ મને મુદ્દામાલ સાથે તરત જ પકડી પાડ્યો. ત્યાં એકદમ કાલાહલ થવા લાગ્યા. ઘણા લેાકા ભેગા થઇ ગયા. જનસમુદાય સમક્ષ નગરરક્ષકાએ મારી ગઈ રાતની મીના અને આજની બીના ખુલ્લી કરી દીધી.