________________
૪૩૦.
ઉપમિતિ કથા સદ્ધાર સરલશેઠે મને પૂછયું, વત્સ! આ શું હકિકત છે? શા માટે ધમાધમ થઈ રહી છે?
મેં કહ્યું, પિતાજી! ભારે આફત આપણું માથે આવી પડી. ઉદાસીનપણે ખુલ્લી દુકાન અને નિધાન સ્થળ પિતાજીને દેખાડયું.
સરલશેઠે પૂછ્યું, બેટા! આ વાતને તને ખ્યાલ કઈ રીતે આવ્યો. ચેરેએ ચાર્યું છે એની તને જાણે ક્યારે થઈ?
પિતાજી ! આપ રાત્રી જાગરણના માટે મિત્ર બન્યુલને ત્યાં ગયા હતા. ઘરે હું એકલો હતે. આપના વિરહના કારણે મને જરાય નિંદ્રા ન આવી. આપના વિરહની વ્યથાથી હું આકુળ વ્યાકુળ હતે. શય્યામાં આમ તેમ આળોટ્યાં કર્યું.
મને થયું કે દુકાને જાઉં. ત્યાં પૂજ્ય પિતાજીના સ્પર્શથી પવિત્ર થએલી ભૂમિ છે, એ પવિત્ર ભૂમિ ઉપર શયન કરતાં મને જરૂર શાંતિપૂર્વક નિદ્રા આવશે. આ વિચાર કરી દુકાને આવ્યો. અહીં ચોરી થએલી જોઈ તેથી મેં હાહાકાર કરી મૂકો. પિતાજી આપણે મરાઈ ગયા.
સુનયને! મેં આખી વાર્તા બનાવટ કરીને તાતજીને કહી સંભળાવી. પરતુ નગરરક્ષક કે વિચારવા લાગ્યા, શું આ દુષ્ટની કૃતનતા છે? કેવી કૂટકલ્પના અને કે વિશ્વાસઘાત? ભારે ધીઠ્ઠો માનવી જણાય છે.'
૧ ચોરી કરવાનું કેટલાકને વ્યસન હોય છે. એની પાસે સાધન હોય છતાં ઘણાને ચોરી કર્યા વિના ચેન પડતું નથી. આ ઘરને સ્વામી આખરે વામદેવ હતો પણ ચેરીની ટેવથી લાચાર હતા.