________________
૪૨૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
સ્વીકાર કરી આત્માને પવિત્ર બનાવ્યા. એઓ પણ પિતાને સુધન્ય માનવા લાગ્યા, વામદેવની વકતા :
હે અગ્રહીતસંકેતે ! આચાર્યશ્રીના અભુત રૂપને મેં બરાબર જોયું. એમના વચને બરાબર સાંભળ્યાં, છતાં પાષાણમૂર્તિને કાંઈ અસર ન થાય એમ મને પણ બેધની જરાય અસર થઈ ન હતી. સહેજે કે મળ હૈયું ના બન્યું.
અરે! બહલિકા-માયાની અસર તળે હોવાથી મને એ વખતે વિપરીત અસર થઈ. મેં વિચાર્યું કે કેવી કપટપટુતા છે આ ધૂર્તની ? ધૃષ્ટતા પણ કેવી જબરી છે? બોલવામાં કે ચબરાક છે? ભારે ખંધે છે હે ? ઈંદ્રજાળની વિદ્યામાં જોરદાર છે. માયાજાળમાં ભલભલાને ભેળવી જાણે છે. ભારે પકો ઠગ નિકળે. આ બિચારા ભેળા રાજા વિગેરેને કેવા ફસાવ્યા ? આની ચતુરતા અજબની છે.
આ ધૂર્ત ગમે તે હોય પણ મારે મિત્ર વિમળ મને વિના ઈરછાએ દીક્ષા લેવાની ફરજ પાડશે. બળપૂર્વક દીક્ષા અપાવશે. વિમળની આંખમાં ધૂળ નાખી જલદી ક્યાંય નાસી જઉં.
આવા વિચાર કરી બંને મુઠ્ઠીઓ વાળી ત્યાંથી ભાગવા જ લાગ્યો. એ ભાગ્યે એ ભાગ્યું કે મારી ગંધ પણ
૧ આ વાર્તાનો સંબંધ આગળથી ચાલી રહ્યો છે. જે સંસારીજીવ હાલ વામદેવ છે તે પિતે સંભળાવી રહ્યો છે. શ્રોતાઓમાં અગ્રહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલા અને સુમતિ-ભવ્યપુરૂષ છે. સદાગમની નિશ્રામાં વર્ણન કરાઈ રહ્યું છે એ વાત વાચકવર્ગ ખ્યાલમાં રાખે.