________________
વિમળ દીક્ષા
૪૩
વિમળે વિમળ હદયે જણાવ્યું, પિતાજી! શું આપને હું વહાલે નથી? આપને પ્રિય પુત્ર નથી? નરકમાં ઘસડી જનારા રાજ્ય ઉપર કાં મને બેસાડે છે? રાજ્યગાદીએ બેસી હું શું સુખી થઈશ?
આપ મુક્તિની પ્રિયસખી સમી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે અને આ રાજ્યને ત્યાગ કરે છે. હે પૂ. પિતાજી! તાતપાદથી તજાતા નરકના દ્વાર જેવા આ રાજ્ય વડે મારે કાંઈ પ્રયજન નથી. એ રાજ્યને મારે શું કરવું?
આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ. મહાપુણ્યને પ્રકર્ષ પ્રાપ્ત થયા પછી જ સકલ ગુણનિધાન તારક ગુરૂદેવની પ્રાપ્તિ થાય છે. ગુરૂદેવના જ ચરણ કમલમાં હું મધુકર બનીને રહીશ. રાજ્યથી સયું.
મહારાજા ધવલ પિતાના પુત્ર વિમળની વાતથી સુપ્રસન્ન બન્યા. એમને કમલ નામને સુપુત્ર હતો. રાજ્યસિંહાસને એને અભિષેક કરાવ્યું. એ પુત્ર પણ નીતિવાનું અને યશસ્વી હતે.
અષ્ટાહિકા ઉત્સવ દીક્ષા નિમિત્તે ચાલુ થયે. અન્ય ઉચિત સત્કાર્યો કરવામાં આવ્યા. શુભ દિને મંગલદૂરના મંગળ ધવની સાથે ઉદ્યાનમાં પધાર્યા. આચાર્ય શ્રી બુધસૂરીશ્વરજી મહારાજા ધવલ, પુત્ર વિમળ, મહારાણું અને અન્ય કેટલાક ભાવિકોને દીક્ષા આપી.
કેટલાક આત્માઓએ દીક્ષા લેવાની અસમર્થતા બતાવી અને યથાશક્તિ સમ્યકત્વ, અણુવ્રત વિગેરેને ગુરૂદેવ પાસે