________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
અઘટિત આચરણ કરે છે. એ બે મિત્ર ન હોય તે વામદેવનું વર્તન આવું ન હોય.
ગુરૂદેવ ! આ બે પાપમિત્રેથી વામદેવને છૂટકારે થશે કે નહિ થાય? આ પ્રશ્ન વિમળે ફરી કર્યો ત્યારે ગુરૂદેવે કહ્યું, . વિમળ! “વિશદમાનસ” નામનું નગર છે, ત્યાં “શુભાભિસધિ” રાજા છે. તેને નિર્મળ આચાર અને નિર્મળ વિચાર ધરાવતી “શુદ્ધતા” અને “પાપભીરુતા” નામની બે રાણીઓ છે. એ રાણુઓને આનંદપ્રદા “ઋજુતા” અને “અચરતા” નામની પુત્રીઓ છે. - આ ગુણવતી કન્યાઓ સાથે વામદેવના જ્યારે લગ્ન થશે
ત્યારે એની વકતા ઘટશે. સૌભાગ્યશીલા કન્યાઓના લગ્ન પછી પાપમિત્રને સંસર્ગ વામદેવ તજી દેશે.
ઘણું દીર્ઘકાળ પછી આ સુકન્યાઓ સાથે લગ્ન થશે. હિમણું તે વામદેવ ધર્મ પ્રાપ્તિ માટે સર્વથા અયોગ્ય છે. એને કાજે કાંઈ પણ પ્રયાસ કરવો ઉચિત નથી. આવા સમયે ઉપેક્ષા કરવી ઉત્તમ ગણાય,
ગુરૂદેવના કથનથી મિત્ર વિમળકુમારે પણ મારી ઉપેક્ષા કરી. ગુરૂદેવ નવીન સાધુઓને લઈ પિતાના ગચ્છમાં આવી ગયા. ગચ્છના સાધુઓને ઘણો જ આનંદ થશે.